Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વીસાવદરથી તલાલા વચ્ચેનો બ્રોડગેજ પ્લાન પડતો મુકાયો :રેલવે બોર્ડના હાઇકોર્ટમાં સોગંદનામામાં દાવો

સિંહના અકાળે મૃત્યુ મુદે થઇ છે જાહેરહિતની અરજી :રાત્રીના સમયે અભ્યારણ્યમાંથી ટ્રેન નહીં પસાર કરવાનો નિર્ણય

જુનાગઢ જિલ્લામાં વિસાવદરથી તલાલા વચ્ચેનો બ્રોડગેજ પ્લાન પડતો મૂકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ રેલવે લાઇનનું કામ અટવાયેલું પડયું હતું. અને છેવટે આ આખો પ્રોજેક્ટ જ પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગીર અભ્યારણ્યમાં વસવાટ કરતા સિંહોના અકાળે મૃત્યુ મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી થી હતી. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, ગીર અભ્યારણ્યમાંથી રાત્રીના સમયે ટ્રેન નહીં પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સિંહના અકાળે મૃત્યુ અંગે જાહેરીતની અરજી કરવામાં આવી હતી. અને આ સંદર્ભે કોર્ટ દ્વારા પસાર થતી રેલવે લાઈનની વિગતો રજૂ કરવા માટે રેલવે મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો હતો.  સાથે ગુજરાત હાઈકોર્ટે રેલવે લાઈનના કારણે વન્ય જીવ સૃષ્ટિ અને સિંહો પર પડતી અસરો બાબતે પણ વિગતો રજૂ કરવા માટે પણ  હુકમ કર્યો હતો.

સરકારે પહેલાથી જ અધિકારીઓને વન્ય વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોની સ્પીડને ઓછી રાખવાનું કહ્યું હતું. જેથી વન્ય જીવોને ટ્રેન અકસ્માતથી બચાવી શકાય.

(10:25 pm IST)