Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગોંડલ-વિરપુર (જલારામ)-આટકોટ-ભચાઉમાં ભૂકંપનો આંચકો

સવારે ૩.૪ની તિવ્રતાથી ધરા ધ્રુજી : લાં...બા સમય બાદ ધરતીકંપનો અનુભવ

રાજકોટ,તા. ૮: ગોંડલ અને વીરપુર(જલારામ) અને આટકોટમાં આજે સવારે પંથકમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેની તીવ્રતા ૩.૪ની નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ થી ૨૨ કિમી દૂર હતું આજે સવારે ૬:૫૩ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જોકે સવારે આંચકો અનુભવાતા લોકો આરામમાં હોવાથી ખાસ કોઈ અનુભવ થયો ન હતો અને તીવ્રતા પણ ઓછી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ પંથકમાં પણ ભુકંપનો આચકો અનુભવ કર્યો હતો લોકો ઉઘ માંથી જાગી ગયા હતા જોકે નાનો આચકો હોવાથી ઘણાંને અનુભવ થયો ન હતો બારી બારણાં ખખડી ગયા હતા નાનો આચકો હોવા છણા ઘણાએ અનુભવ થયો હતો ઘણાં લોકો નહોતા અનુભવ થયો હતો અગાસી પર રહેતા લોકોને અનુભવ થયો હતો.

આ ઉપરાંત કચ્છના ભચાઉમાં કાલે સવારે ૭:૪૪ વાગ્યે ૨ની તિવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઇમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છુપાઇને બેસી શકાય. ભૂકંપન આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શકયતા ન રહે.  ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબુત જગ્યા નીચે ઘૂસી જવું. દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

ભૂકંપ જેવી કુદરતી આપદાનો કોઇ અંદાજો આવી શકતો નથી. ત્યારે ભૂકંપ આવતો કઇ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવુ અને ઇમારત વીજળીના થાંભલા કે કોઇ દરવાજા હોય ત્યાંથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.

(10:59 am IST)