Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઉંનાઃ એસ.ટી.ની વેબસાઈડ અપડેટ નહીં કરાતા મુસાફરો હેરાન પરેશાન

ઉંના, તા. ૮ :. જીએસઆરટીસી એસ.ટી.ની વેબસાઈટ અપડેટ ન કરાતા ઓનલાઈન બુકિંગ કરવામાં મુસાફરો હેરાન થઈ જાય છે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી.)ની વેબસાઈટ અપડેટ કરાતી નથી અને જૂની એસ.ટી. બસના રૂટ બંધ થઈ ગયા હોવા છતા મુસાફરને ઓનલાઈન બસની ટીકીટ બુક થઈ જાય છે. રૂપિયા ખાતામાંથી બાદ પણ થઈ જાય છે, પરંતુ મુસાફરને મુસાફરી કરવાના ૧૦ કલાક પહેલા બસ કેન્સલ હોય, ટીકીટ કેન્સલનો મેસેજ આવતા મુસાફરોને મુશ્કેલી પડી રહે છે.
હાલમાં એક મુસાફરને જૂનાગઢ એસ.ટી. ડિવીઝન હેઠળ પોરબંદર-ભાવનગર રૂટની બસની ટીકીટ બુક કરાવી હતી. ઓનલાઈન ૧૦ દિવસ પહેલા મુસાફરીના ૧૦ કલાક પહેલા મેસેજ આવેલ ટીકીટ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જૂનાગઢ ડિવીઝન હેઠળ વેરાવળ, કેશોદ, પોરબંદર એસ.ટી. ડેપોના ભાવનગર વાયા કોડીનાર-ઉંના-મહુવા જતા રૂટ ઉંપરની બસો ઘણા મહિનાથી રસ્તા ખરાબ હોવાનું બહાનુ બતાવી રૂટ બંધ કરી દીધા છે, તે બસો ચાલુ કરવા તથા જીએસઆરટીસી વેબસાઈટ અપડેટ કરી જે નવા રૂટ ચાલુ થયા છે તેનો ઉંમેરો કરવા રૂટ કેન્સલ કરેલ તે વેબસાઈટમાંથી ઓનલાઈન દૂર કરવામાં આવે તો મુસાફરો ગેરમાર્ગે દોરાય નહિ તેવી મુસાફરોની માંગણી ઉંઠી છે.

 

(10:26 am IST)