Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સોમનાથ ખાતે ઉંજવાશે રાજયકક્ષાનો પ્રજાસત્તાક દિન

ત્રણ દિવસ સુધી વિધવિધ કાર્યક્રમો રાજયનું સમગ્ર પ્રધાન મંડળ-મુખ્યમંત્રીશ્રી ગર્વનરશ્રીના આગમનના પણ સંકેતો

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૮ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ સાનિધ્યમાં આગામી રાજય કક્ષાનો પ્રજાસત્તાક દિન-ર૦રર સોમનાથ ખાતે ઉંજવાય તેવા સંકેતો મળે છે.
આ અગાઉં વર્ષ ર૦૧૬ માં રાજયના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા ત્યારે અહીં ઉંજવાયેલ. ત્રણ દિવસ સુધી શુસોભનો, લોર્કાપણો, પોલીસ શસ્ત્ર પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમોમાં રાજયનું મંત્રી મંડળ અને પ્રજાસતાક દિને શાનદાર ધ્વજવંદન દરેક કચેરીઓમાં રોશની તથા રાજયપાલ એટહોમ સહિતના કાર્યક્રમો પ્રોટોકલ મુજબ ઉંજવાય તેવી શકયતા છે. આ પ્રજાસત્તાક દિન અનુસંધાને રાજયના મુખ્યમંત્રી તથા રાજયપાલનું પણ સોમનાથ આગમન થશે તૈયારીઓને લીલીઝંડી સીગ્નલ મળતાં જ આગામી દિવસોમાં મીટીંગોનો ધમધમાટ થશે.

 

(11:10 am IST)