Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોરબીના ગાળા ગામનું પુલીયું જોખમી બન્યું : અકસ્માતનો ભય.

લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં રિપેરીગ કરવાની જવાબદાર તંત્રએ કોઈ તસ્દી ન લેતા પુલીયું તૂટી ગયું

મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કરતા આજે આ પુલિયુ તૂટી ગયું હતું. એકદમ સાંકડું રહેલું બાઈક ચાલકો પુલિયાની નીચે પડી જાય તેવી ગંભીર હાલત થઈ ગઈ છે. આ પુલિયાની ભયજનક હાલત થતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય ઉભો થયો છે
મોરબીના ગાળા ગામ પાસે નદી ઉપર બંધાયેલું પુળીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને પુલિયુ એકદમ સાંકડું છે. પુલીયું લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં આ પુલિયાને રિપેરીગ કરવાની જવાબદાર તંત્રએ કોઈ તસ્દી ન લેતા આજે પુલીયું તૂટી ગયું છે. પુલિયા સાઈડમાંથી પુલીયું તૂટી જતા વાહન ચાલકો પર અકસ્માત તોળાઈ રહ્યો હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે તો આ અંગે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ રોડ પાસ થઇ ગયેલ છે અને પુલીયું તૂટ્યાની જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે જેથી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે.

(11:28 am IST)