Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોરબી ગ્રામ પંચાયત ચુંટણી : ફોર્મ ચકાસણી અને પરત ખેંચાયા બાદ જાણો હવે કેટલા ઉમેદવારો મેદાને ?

સરપંચના ૧૨ અને સભ્યના ૭૦ ફોર્મ અમાન્ય થયા, ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું. : મોરબી જીલ્લામાં ૭૧ ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ

મોરબી જીલ્લાની ૩૦૩ ગ્રામ પંચાયત ચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા હતા અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે અને હવે ૩૦૩ ગ્રામ પંચાયત ચુંટણી માટે ૯૨૫ સરપંચ અને ૩૮૮૦ સભ્ય ચુંટણી જંગમાં મેદાને જોવા મળી રહ્યા છે
મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી માટે ૯૩૭ સરપંચના અને ૩૯૫૦ સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન સરપંચના ૧૨ અને સભ્યના ૭૦ ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા અને હવે ચુંટણી જંગમાં સરપંચ માટે ૯૨૫ અને સભ્ય માટે ૩૮૮૦ મુરતિયા વચ્ચે જંગ જામશે
મોરબી જીલ્લામાં ૭૧ ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ
મોરબી જીલ્લામાં ૩૦૩ ગ્રામ પંચાયત પૈકી પાંચ તાલુકામાં કુલ ૭૧ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઇ છે જેમાં મોરબી તાલુકાની ૮૧ માંથી ૨૨, ટંકારા તાલુકાની ૪૨ માંથી ૧૦, હળવદ તાલુકાની ૬૨ માંથી ૧૩, વાંકાનેર તાલુકાની ૮૩ માંથી ૧૬ અને માળિયા તાલુકાની ૩૫ માંથી ૧૦ મળીને જીલ્લામાં કુલ ૭૧ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઇ છે

(11:31 am IST)