Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોરબી જીલ્લાની ૯૧ ગ્રામ પંચાયત સમરસ, જીલ્લો ૨૯.૧૭ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને.: ટકાવારીની દ્રષ્ટીએ ૨૯.૧૭ ટકા સમરસ સાથે રાજ્યમાં પ્રથમ.

મોરબી : રાજ્યની ૧૦,૨૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર છે જેમાં સમગ્ર રાજ્યમાં ૧૪૫૫ ગ્રામ પંચાયત સમરસ થઇ છે જેમાં ટકાવારીની દ્રષ્ટીએ મોરબી જીલ્લો ૨૯,૧૭ ટકા સમરસ ગ્રામ પંચાયત સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને જોવા મળે છે
સમરસ ગ્રામ પંચાયતની યાદી જોઈએ તો મોરબી જીલ્લાની કુલ ૩૫૦ ગ્રામ પંચાયતમાંથી ૩૧૨ ગ્રામ પંચાયતમાં ચુંટણી યોજાનાર છે જેમાં ૯૧ ગ્રામ પંચાયત સમરસ થઇ છે જયારે ભાવનગરમાં ૩૧૦ માંથી ૭૨, પોરબંદરમાં ૧૩૦ માંથી ૨૮, કચ્છમાં ૪૮૦ માંથી ૯૭ અને મહેસાણા જીલ્લામાં ૧૬૮ પૈકી ૩૧ ગ્રામ પંચાયત સમરસ થઇ છે અને મોરબી જીલ્લો ૨૯.૧૭ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે
પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો મોરબી જીલ્લો ટકાવારીની દ્રષ્ટીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે અને મંત્રીનું વતન ચમનપર ગ્રામ પંચાયત સાતમી વખત સમરસ થઇ છે જે રેકોર્ડ કહી શકાય.

(11:34 am IST)