Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોરબીનું અણીયારી ગામ સમરસ જાહેર : જેતપર જીલ્લા પંચાયત બેઠક હેઠળ કુલ ૧૪ ગામો સમરસ.

મોરબીના યુવા અગ્રણીએ પોતાની જીલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી ગ્રામ પંચાયતને સમરસ થવા માટે એક લાખની સહાય જાહેર કરવામાં આવી હોય જેમાં અગાઉ ૧૩ ગામો સમરસ જાહેર થયા બાદ હવે અણીયારી ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે
મોરબી જીલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા તેમની જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામોને સમરસ જાહેર કરાય તો ૧ લાખની રકમ આપવાની જાહેરાત કરી હતી જેમાં ૨૩ પૈકીની ૧૩ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી જેમાં વધુ એકનો વધારો થયો છે અણીયારી ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવતા જેતપર જીલ્લા પંચાયત હેઠળની ૧૪ ગ્રામ પંચાયતો સમરસ થઇ છે.

(11:36 am IST)