Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોરબી શહેરના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાઈ સમીક્ષા બેઠક યોજાઈ.

નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે અધિકારી-પદાધિકારી સાથે બેઠક.

મોરબી નગરપાલિકાના વિવિધ પ્રશ્નો તેમજ મોરબીના વાડી વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અધિકારી અને પદાધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી હતી
મોરબી નગરપાલિકા વિસ્તારના રહીશોને સારી સગવડતાઓ અને સુવિધાઓ મળે તે માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મોરબી પાલિકા વિસ્તરણ પ્રશ્નો, મોરબી વાડી વિસ્તારના રોડ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના નિરાકરણ તેમજ આગવી ઓળખ યોજના હેઠળ મોરબી પાલિકા વિસ્તારમાં શું શું કામગીરી કરી સકાય તેમ છે.
તેવા અનેક મુદે ચર્ચા-વિચારણા અને કામગીરીના ત્વરિત અમલીકરણ માટે પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસ, કલેકટર મોરબી, જીલ્લા વિકાસ અધિકારી મોરબી અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપરાંત પાલિકા પ્રમુખ કે કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન સુરેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ખાસ સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી મોરબી નગરપાલિકાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રી બ્રિજેશ મેરજા સતત કાર્યરત જોવા મળે છે.

(11:42 am IST)