Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

તમાચણઃવાટલિયા પ્રજાપતિ ગોંડલિયા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ

સત્યનારાયણ ભગવાનની કથા, દાદાનો અભિષેક, ધ્વજારોહણનો, પંચકુંડી યજ્ઞનો લાભ લેતા રાજકોટ-કાલાવડ-જામનગરના જ્ઞાતીજનો

રાજકોટ : ઉપરોકત તસ્વીરમાં ગોંડલીયા પરિવારના સુરાપુરા બાપા તથા ધ્વજારોહણ કરતા આગેવાનો સત્યનારાયણ ભગવાનનો લાભ લેતા અજયભાઇ તથા જાગૃતિબેન ગોંડલીયા  નીચેની તસ્વીરમાં પંચકુંડી યજ્ઞનો લાભ લેતા જયસુખભાઇ વાલજીભાઇ ગોંડલીયા, કિંમ્પલભાઇ અજયભાઇ ગોંડલીયા, અમૃતલાલ જીવાભાઇ ગોંડલીયા, કિશોરભાઇ ચણાભાઇ ગોંડલીયા, યતિનભાઇ જીવાભાઇ ગોંડલીયા તથા મનસુખભાઇ ભાણજીભાઇ ગોંડલીયા તથા બિડુ હોમતા યજમાન તથા ભૂવાશ્રીઓ બાજુની તસ્વીરમાં ઉપસ્થિત આગેવાનો તથા મહેમાનો નીચેની તસ્વીરમાં વાટલીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ મનસુખભાઇ ધંધુકીયા, વલ્લભભાઇ (વી.સી.) ગોંડલીયા, માતાજીથી જાણીતા નીતીનભાઇ ગોંડલીયા (ખાખરાવાળા) તથા જામનગરના ગીરીશભાઇ ગોંડલીયાનું સાલ ઓઢાડી સન્માન કરતા અજયભાઇ ગોંડલીયા તથા નીચેની તસ્વીરમાં ડાંડીયારાસનો આનંદ લેતા ગોંડલીયા પરિવારો તથા મહેમાનો નજરે પડે છે. (૩૦.૪)

રાજકોટઃ તમાચણ ખાતે યોજાયેલ વાટલિયા પ્રજાપતિ ગોંડલીયા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. જેમાં ે સત્યનારાયણની કથાના યજમાન તરીકે અજયભાઇ ગોંડલીયા ત્થા જાગૃતીબેન ગોંડલીયાએ લાભ લીધેલ.  સુરાપુરા દાદાનો  દુધથી અભીષેક કરવામાં આવેલ. ત્યારબાદ ધ્વજારોહણ અને પંચકુડી યજ્ઞનું આયોજન કરાયેલ. પંચકુંડી યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે જયસુખભાઇ વાલજીભાઇ ગોંડલીયા  અને આશ્રય ભવન ગૃહ પ્રવેશ હવનના યજમાન તરીકે કીમ્પલભાઇ અજયભાઇ ગોંડલીયા અને પંચકુંડી હવનના યજમાન અમૃતલાલ જીવાભાઇ ગોંડલીયા, કીશોરભાઇ ચનાભાઇ ગોંડલીયા, અરવીંદભાઇ શામજીભાઇ ગોંડલીયા, યતીનભાઇ સુરેશભાઇ ગોંડલીયા ત્થા મનસુખભાઇ ભાણજીભાઇ ગોંડલીયાએ લાભ લીધેલ.

 પંચકુંડી હવનમાં આવેલા તમામ ભૂવાશ્રીઓ ત્થા રાજકોટ વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ મનસુખભાઇ ધંધુકીયા, ઉપપ્રમુખ વલ્લભભાઇ (વી.સી.) ગોંડલીયા, માતાજી તરીકે જાણીતા નિતીનભાઇ ગોંડલીયાનું  શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.

આ તકે મનસુખભાઇ ધંધુકીયાએ જણાવેલ કે ગોંડલીયા પરિવારમાં અજયભાઇ  હીરો છે હીરાની પરખ ઝવેરીને જ હોય હવે તમારે નક્કી કરવાનું કે તમે કેવા ઝવેરી છો કહી પ્રવચન પૂર્ણ કરેલ. ત્યારબાદ વલ્લભભાઇ (વી.સી.) ગોંડલીયાએ જણાવેલ કે આ ૨૧મી સીદી છે અને હુ ૨૧મી સીદીના વિચાર ધરાવતો માણસ છું અને બધાથી અલગ  વિચારતો અને મારી ૬૦ વર્ષની ઉમરે મારા કાંડે માતાજીની રાખડી બંધાણી છે. માતાજી - સુરાપુરા દાદા સાક્ષાત છે જો તમારામાં સાચી શ્રદ્ધા, આત્મ વિશ્વાસ, અંદરનો ભાવ સાચો હોય તો તમારૂ કાર્ય અવશ્ય થાય તેમ જણાવેલ. ત્થા ગોંડલીયા પરિવારનો નવયુવાન ઉત્સાહી કૌશીક ગોંડલીયાએ પ્રવચનમાં જણાવેલ કે સુરાપુરા દાદાની જગ્યામાં અજયભાઇ વર્ષોથી આ બધુ કાર્ય કરતા આવે છે તે સન્માનને પાત્ર છે અને અજયભાઇ આવી જ રીતે સુરાપુરા દાદાનાકાર્ય કરતા રહો અમે તમારી સાથે છીએ. આ કાર્યનું સંપૂર્ણ એન્કરીંગ જામનગરના નવીનભાઇ ગોંડલીયાએ કરેલ.

સુરાપુરા દાદાની પ્રસાદીનો લાભ રાજકોટ, કાલાવડ, જામનગરથી પધારેલ વાટલિયા પ્રજાપતી સમાજ અને  તમાચણ ગામના લોકોએ લીધેલ.

પંચકુંડી યજ્ઞ પૂર્ણ થયા બાદ ગોંંડલિયા પરિવાર ત્થા આવેલા મહેમાનોએ રાસ-ગરબાની રમઝટ પણ બોલાવેલ.

આ કાર્યક્રમના મુખ્ય આયોજક સર્વશ્રી  અજયભાઇ ગોંડલીયા, પરેશભાઈ ગોંડલીયા, શૈલેષભાઇ ગોંડલીયા, સંજયભાઇ ગોંડલીયા, શીરીભાઇ ગોંડલીયા, કિમ્પલભાઇ ગોંડલીયા, બીપીનભાઇ ગોંડલીયા, તુષારભાઇ ગોંડલીયા, પ્રફુલભાઇ ગોંડલીયા, નવિનભાઇ ગોંડલીયા, બાબુભાઇ ગોંડલીયા, કૌશીકભાઇ ગોંડલીયા, મુકેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ ગોંડલીયા, નિલેશભાઇ ગોંડલીયા, પ્રકાશભાઇ ગોંડલીયા, વિરલભાઇ ગોંડલીયા, અશોકભાઇગોંડલીયા, રસીકભાઇ ગોંડલીયા, વિપુલભાઇ ગોંડલીયા, હાર્દિક ગોંડલીયા, લાખાભાઇ તથા રામાપીર ધુન મંડળવાળા બટુકભાઇ ધોળકિયોએ જહેમત ઉઠાવેલ.

(11:53 am IST)