Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જુનાગઢમાં રાત્રે ૯ શખ્સોની પાઇપ-લાકડી વડે મારામારી

બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: જુનાગઢમાં રાત્રે ૯ શખ્સો વચ્ચે સામસામી પાઇપ-લાકડી વડે મારામારી થતા બંને પક્ષે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જુનાગઢનાં માત્રી રોડ કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રે ધોરાજીના ઇમ્તીયાઝ ઉર્ફે ઇકુ જહાંગીરભાઇ શેખ ઉપર સલીમ ગનીભાઇ માલવીયા તથા તેનો પુત્ર સાહિલ તેમજ અલ્તાફ અને મહમદે રીક્ષા ભાડે આપવાનાં મનદુઃખમાં લાકડાનાં ધોકા, પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં ઇમ્તીયાઝભાઇ સહિત બે વ્યકિતને ઇજા થઇ હતી.

સામા પક્ષે સલીમ ગનીભાઇ માલવીયા ઉપર નવાઝ ઇમરાનભાઇ પઠાણ, રફીક કાણીયો અને નવાઝનાં બે મામાએ રીક્ષા સાઇડમાં રાખવાનાં પ્રશ્ને તલવાર હથિયારથી હુમલો કરી રીક્ષામાં તોડફોડ કરી હતી.

બંને પક્ષની ફરિયાદ લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)