Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગોંડલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૭માંથી ૧૯ ગામ સમરસ

જામવાડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લીનાબેન પ્રફુલ્લભાઇ ટોળીયા સતત છઠ્ઠી વખત સરપંચ પદે બિરાજશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૮: ગાંધીનગર સુધી ગુંજતા ગોંડલના રાજકારણમાં ચૂંટણીના પડઘમ પડવાની સાથે જ ઉત્સવનો માહોલ સર્જાઈ જતો હોય છે ત્યારે આગામી ૭૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ બ્યુગલ ફૂંકાયા હોય તેમાં ૧૯ ગામ સમરસ થતાં ૫૮ ગામોમાં ચૂંટણી જંગ જામશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ગ્રામ્ય પંથકમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ બંધીયા, શીવરાજગઢ, મોટા દડવા, જામવાડી, કમરકોટડા, રીબડા, મેસપર, મોટા મહિકા, પાંચિયાવદર, બીલાયાળા, નાના સખપર , મુંગાવાવડી, વાળાધરી, પાટીયાળી, સિંધાવદર, મસીતાળા, બંદાવડ, ખંભાલીડા તેમજ લીલાખા ગ્રામ પંચાયતો સમરસ થતા નાના નાના ગામમાં હરખની હેલી પ્રસરી હતી ૭૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં થી હવે ૫૮ ગામમાં ચૂંટણી જંગ જામશે નાના ગામમાં ચૂંટણી વેળાએ ઉત્સવનો માહોલ સર્જાઈ જતો હોય છે.

(12:31 pm IST)