Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ કોણ બનશે ? એક વર્ષથી સ્ટ્રીટલાઇટો બંધ

વાંકાનેર, તા. ૮ : વાંકાનેર : જામનગર જિલ્લાનાં જોડિયા મા છેલ્લા ઘણા વર્ષોથી હાલત ખુબ જ ખરાબ થતી જાય છે.  દિવસે દિવસે જોડિયા શહેર ભાગતું જાય છે આજે જોડિયા મા કોઈ રોજગારી નથી. જોડિયા ની પણ એક સમયમાં જાહોજલાલી હતી, જોડિયા બંદર એ બારેમાસી બંદર હતું અને ત્યાં ડાયરેક શીપ લાગતી, આજે છેલ્લા પચીસ વર્ષથી પણ વધુ આ બંદર બંધ છે જેથી અહીંના માછીમારોૅ નેં કોઈ રોજગારી નથી મળતી અને આ બંદરનુ માત્ર ડ્રેજિગ કરવાનું ખર્ચ છૅ જેં બંદર પુનઃ ધમધમતુ કરવા માટે જોડિયા નાં નગરજનોઍ અનેકવાર ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોડી સુધી દિલ્હી સુધી રજુવાત કરેલ પરંતુ જોડિયા નાં બંદર ને પુનઃૅં શરૂ કરવા સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, બીજું અગાવ જોડિયા મા બહારગામથી લોકો કાપડ લેવા જોડિયા આવતા એ પણ છેલ્લા ઘણા સમયથી ઓછા થઈ ગયા છેૅ જે કાપડનાં મેમણ બધું વેપારીઓ પણ ધ્રોલ, મોરબી, રાજકોટ ધધા અર્થે જતા રહયા છે કારણ કે બહારગામ થી લોકોને આવવા જવા સમયસર બસ પણ નથી મળતી ધ્રોલ થી જોડિયા જવુ હોય તો ક્યારેક ક્યારેક બે, ત્રણ કલાક બસની રાહ જોવી પડે જોડિયાનેં ભાંગવામા એસ, ટી, તંત્ર નો સિંહ ફાળો છે આજે બીજું તો ઠીક જોડિયાનાં બસ સ્ટેન્ડમા જોડિયાનાં નામનું બોર્ડ પણ નથી અને એસ, ટી, કંટ્રોલ પોઇન્ટ તો ચાલુ કરેલ  જ નથી, આજે દિન પ્રતિદિન જોડિયા ગામ ભાંગતું જાય છે અને લોકો બહારગામ જતા રહે છે. આજે છેલ્લા એક વર્ષથી જોડિયા આખા ગામમા શહેર ની તમામ સ્ટ્રીટલાઈટ બંધ છૅ ઉપરથી જે ગ્રામ પંચાયત મા ગ્રાન્ટ મળવી જોઈએ તે જોડિયા ગ્રામ પંચાયત મા નહીં મળવાથી એક વર્ષથી આખા ગામ મા સ્ટ્રીટલાઈટ બંધ છે. આજે ગ્રામ પંચાયતનાં રેકર્ડ મુજબ જોડિયાની વસ્તી ૧૩, ૮૦૦ તેર હજાર આઠસો છે જે  પચીસ વર્ષ પહેલા જોડિયાની વસ્તી ૩૦ થી ૩૨ હજાર હતી. આજે જોડિયા ની પ્રજા પ્રત્યે દિન પ્રતિદિન અન્યાય થઈ રહયો છે. ગામ મા કોઈ રોજગારીનો મળવાથી લોકો બહારગામ જતા રહે છે. આજે બસ સ્ટેન્ડમા સામાન્ય ગામનુ બોર્ડ પણ નથી.

કંટ્રોલ પોઇન્ટ ચાલુ કરવા ઘણા વર્ષો પહેલા પણ જોડિયા સેવા સમિતિ, તથા ગ્રામજનો તેમજ જોડિયા નાં ઍ સમય મા ત્યાંના પ્રેસ પ્રતિનિધિ અને ન્યુઝ એજન્ટ હિતેશ રાચ્છ સહિત અનેક લોકોએ એ સમયમા સાંસદ સભ્ય શ્રી ચંદ્રેશભાઈ પટેલ હતા એમને પણ અનેકવાર રજુવાત કરેલ,, તાજેતરમાં હમણાં જ઼ જોડિયા જન હિત ગ્રુપ નાં શ્રી રમેશભાઈ ચંદારાણા , પ્રદીપભાઈ નકુમ, ભરતભાઈ ગણાત્રા, વિપુલભાઈ ચુડાસમા સહિત લોકોએ જોડિયામાં જે ઘણા સમયથી સ્ટ્રીટલાઈટો બંધ છેૅ તેમજ ગામ નાં અનેક પ્રશ્નોે ની રજુવાત સાંસદ પૂનમબેન માડમનેં રૂબરૂ મળી રજુવાત કરેલ હતી તેમજ હમણાં દોઢ મહિના પહેલા ગ્રામ સભાં મા પણ અનેક પડતર પ્રશ્નોેની રજુવાત જોડિયા જન હિત ગ્રુપ નાં શ્રી રમેશભાઈ ચંદારાણા, પ્રદીપભાઈ નકુમ, ભરતભાઈ ગણાત્રા સહિત તેમજ ગ્રામજનોએ રજુવાત કરેલ હતી પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એવું જણાવેલ કે હવે જોડિયા ગ્રામ પંચાયતનેેં ઓકટ્રોયની આવક નથી અને સરકાર શ્રી દ્વારા જે ઉપરથી તે ગ્રાન્ટ મળવી જોઈએ તે મળવા પાત્ર નથી જે અંગેએ સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનેં પણ ગ્રામ પંચાયત દ્વારા લેખિતમા જાણ કરેલ અને ગ્રામજનો જે વેરો ભરવાનો હોય ઈ ઘણા વિસ્તારમાંથી નથી ભરતા જોડિયા ગ્રામ પંચાયતને ગ્રાન્ટ પણ સમયસર મળતી નથી પ્રજાની શરમ રાખ્યા વગર જેં ગ્રામ પંચાયતને વેરો ભરવાનો થતો હોય ઍ સમયસર પ્રજાએૅ ભરી દેવો જોઈએ અને જેેં લોકો વેરો નથી ભરતા તોૅ તેની સામે ગ્રામ પંચાયતની નોટિસ આપીને વેરો ભરવા સૂચના આપે અને છતાંય નો ભરે તોૅ તેમના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી ગ્રામ પંચાયત કરે તૉ કદાચ જોડિયા ગ્રામ પંચાયતની હાલત સુધરે આજે એક વર્ષથી આખા ગામમા અંધારાપટ છે લોકાનેં રાત્રે નીકળવું પણ બેટરી લઈને નીકળવું પડે આ છે ૅ જોડિયાનો વિકાસ કે વિનાશ ઉપરથી સરકાર દ્વારા જોડિયા ગ્રામ પંચાયતને જે ગ્રાન્ટ મળવા પાત્ર હોય ઈ નથી મળતી એવું હાલના સરપંચએૅ જણાવેલ  જોડિયાનુ પુનઃ બંદર ચાલુ થાય અને ગામ નો વિકાસ થાય હજી જોડિયા મા કોઈ એવા સરપંચ આવે અને ગામનાં વિકાસ માટે આજે અગિયાર મહિના થી સ્ટ્રીટલાઈટ બંધ છે જેં ચાલુ કરાવે એવા સરપંચ જોડિયામા આવે એવું ગ્રામજનો મા લોંકચર્ચા મા વાત થઈ રહી છે આ ગ્રામ પંચાયત ની ચૂંટણી મા કુલ સરપંચ નાં પાંચ ઉમેદવાર છૅ જેમાં કમળાબેન હેમલપરી ગૌસ્વામી, દક્ષાબેન નરેન્દ્રભાઈ ગોહિલ , હુશેનાબેન ઈલિયાસ સમેેંજા, રૂખીયાબેન બાવલાભાઈ નોતિયાર, હીનાબેન હરેશભાઇ પીઠડીયા આ પાંચેય ઉમેદવારમાંથી જોડિયા નાં ભાવિ કોણ બંને છે જે શહેરમા લોક ચર્ચા થઈ રહી છે. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોડિયાનાં હિત માટે જે કોઈ સરપંચ ઈચ્છે અને જોડિયાનો આજે વિનાશ થઈ રહયો છે તે વિકાસ તરફ જાય એવું જોડિયામા લોકમુખે ચર્ચાય રહેલ છે. આજે જોડિયા મા સામાન્ય પ્રાથમિક સુવિધાઓ પણ વંચિત છે. આ ઉજ્જડ ગામમા કોણ સરપંચ બનશે ?(

(12:31 pm IST)