Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ સમરસ બન્યું : આઝાદી બાદ માત્ર એક જ વખત થઇ છે ચૂંટણી

ગામના લોકોની સમજણ અને સમરસ ગામ થવાને લઇને ગામમાં અનેક વિકાસના કામો થયા : ગામમાં બ્લોકના રોડ રસ્તા, નંદ ઘર, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, ચૂબુતરો સહિત અનેક સુવિધા

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ એક એવું ગામ છે કે જે ગામમાં ભારત આઝાદ થયા બાદ આજ સુધી માત્ર એક જ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી થવા પામેલ છે. બાકી તમામ ચૂંટણીઓ આજ સુધી સમરસ થવા પામેલ છે. હાલમાં ગ્રામ પંચાયતની ચુંટણી પણ સમરસ થયેલ છે. અવાણિયા ગામના લોકોની સમજણ અને સમરસ ગામ થવાને લઇને ગામમાં અનેક વિકાસના કામો થવા પામેલ છે.

 

ગામમાં બ્લોકના રોડ રસ્તા, નંદ ઘર, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, ચૂબુતરો સહિત અનેક સુવિધાઓ ઉભી થવા પામેલ છે. જયારે હાલમાં ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. અને ડ્રેનેજ બહુ ઉભરાય છે અને કેનાલનો પણ પ્રશ્ન છે અને એના માટે રજૂઆત પણ કરવામાં આવેલ છે. ત્યારે હાલમાં અવાણિયા ગામને સમરસ કરી હજુ ગામમાં સારા લોકહીત કામો માટે અવાણિયા ગામને ફરી સમરસ કરેલ છે. જેમાં વડીલોની ભૂમિકા ખુબજ મહત્વની છે.

(12:21 pm IST)