Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિસાવદરની શારીરિક અપૂર્ણ રઘુવંશી પરિવારની દિકરી અંકિતા બુધ-ગુરૂ બે દિ' 'કૌન બનેગા કરોડપતિ'ની હોટસીટ પરઃ અંકિતાના આત્મવિશ્વાસ પર અમિતાભ બચ્ચન મંત્રમુગ્ધઃ રસપ્રદ એપિસોડઃ દર્શકોમાં જબરી ઉત્કંઠા

વિસાવદરના 'ધીરૂભાઇ મહેતાજી' નાં દિકરા હર્ષદ સાદરાણી જન્મથી જ સંદ્યનાં રંગે રંગાયેલાઃ રાષ્ટ્રીયકૃત બેન્કમાં નિષ્ઠાપૂર્વક સર્વિસ કરી હાલ નિવૃત,ગાંધીનગર સ્થાયીઃ સંતાનમાં માત્ર બે પુત્રી,જેણે પિતાનુ નામ દેશભરમાં રોશન કર્યું: મોટી દિકરી દિશા એમ.એસ.પૂર્ણ કરી એપોલો હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરે છેઃ અંકિતા કોમ્પ્યુટર એન્જીનીયરઃ હર્ષદભાઇનાં સગા ભાણેજ હિરેન પણ કેબીસીમાં ૨૫ લાખ જીતી ચૂકયા છેઃ સમગ્ર વિસાવદર પંથક ગૌરવાવિંત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૮: વિસાવદરની શારીરિક અપૂર્ણ દિકરી અંકિતા બુધ-ગુરૂ બે દિ' 'કૌન બનેગા કરોડપતિ'ની હોટસીટ પર આવી રહી છે ત્યારે સમગ્ર વિસાવદર પંથકમાં આનંદની લાગણી છવાઇ છે.અંકિતાનાં આત્મવિશ્વાસ પર કેબીસીના હોસ્ટ 'મહાનાયક' અમિતાભ બચ્ચન પણ મંત્રમુગ્ધ થયાનુ જાણવા મળે છે.આ રસપ્રદ એપિસોડ તા.૮ તથા ૯ ડીસેમ્બર-૨૦૨૧ બુધવાર-ગુરૂવારે ટેલીવીઝન પર પ્રસારિત થનાર હોય દર્શકોમાં જબરી ઉત્કંઠા પ્રવર્તે છે.

વિસાવદરનાં 'ધીરૂભાઇ મહેતાજી'નાં દિકરા હર્ષદભાઇ સાદરાણી જન્મથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યનાં રંગે રંગાયેલા...આજે પણ સંઘની વિચારધારાને જ સમર્પિત જીવન જીવી રહ્યા છે.રાષ્ટ્રીયકૃત બેંકમાં નિષ્ઠાપૂર્વક સર્વિસ કરી હાલ નિવૃતિ સાથે ગાંધીનગર સ્થાયી થયા છે.તેઓને સંતાનોમાં માત્ર બે દિકરી..મોટી દિકરીનુ નામ દિશા જેમણે એમ.એસ.પૂર્ણ કરી કેન્સર સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરે છે.બીજી દિકરી અંકિતા જે શારીરિક અપૂર્ણ છે તેઓ નિરમા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કરે છે.હર્ષદભાઇનાં સગા ભાણેજ હિરેને પણ કેબીસીમાં ૨૫ લાખ જેવી માતબર રકમ જીતી ચૂકયા છે.આમ 'ધીરૂભાઇ મહેતાજી'નાં પરિવારની પૌત્રી-ભાણેજે 'કેબીસી'ની હોટસીટ પર પહોંચી વિસાવદર પંથકનુ ગૌરવ વધારેલ છે જેનો સૌ વિસાવદરવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદરના સ્વર્ગસ્થ ધીરજલાલ મોહનલાલ સાદરાણી કે જે એક મેહેતાજી (એકાઉન્ટન્ટ) તરીકે જીવન ની અંતિમ ક્ષણ સુધી કાર્ય કરતા રહ્યા...તેમના પુત્ર હર્ષદભાઇ સાદરાણી જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનુ વર્ષો સુધી કાર્ય કરતા હતા અને બેન્કની પરીક્ષા પાસ કરી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર (હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)માં માણાવદર જોડાયા અને પ્રમોશન મેળવી રાણાવાવ,સરદારગઢ, કેશોદ,વિસાવદર,ભેસાણ, મેંદરડા,રાજુલા સર્વિસ કરી ગાંધીનગર ખાતે નિવૃત્ત્। થયા અને હાલ ગાંધીનગર ખાતે જ સ્થાયી થયા છે.હર્ષદભાઇ અને એમના પત્નિ જયોતિબેન બન્નેએ પોતાની બન્ને દીકરીઓના અભ્યાસ અને વિકાસ માટે એમનુ જીવન સમર્પિત કર્યું..જે દરેક માતા પિતા કરતા હોય,પરંતુ આજના યુગમાં પણ મહિલાના વિકાસ માટે જયારે સમાજમાં જાગૃતિ લાવવી પડતી હોય ત્યારે વિસાવદરમાં રહીને અને સંદ્યર્ષ કરી બહાર આવેલા હર્ષદભાઈએ દીકરીઓ માટે એમના અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા અને આજે એમની મોટી પુત્રી દિશા એમ.એસ.થઈ હાલમાં ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ નો અભ્યાસ કરે છે. જયારે આપણા બધા માટે ગૌરવ સમુ મોટું કાર્ય એમની નાની પુત્રી અંકિતાએ કર્યું છે.દેશભરમાં અને વિશ્વના ઘણા દેશોમાં જે ટેલીવીઝન શો નું જબરૂ મહત્વ છે,કરોડો લોકો જુએ છે એવા શો 'કૌન બનેગા કરોડપતિ'માં અંકિતા મહાનાયક હોસ્ટ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર તા.૮ તથા ૯ ડીસેમ્બરના રોજ બિરાજમાન થશે.અંકિતા નિરમા યુનિવર્સિટીમા કોમ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કરે છે.

સૌથી વધુ પ્રેરણાદાયક બાબ એ છે કે,અંકિતા શારીરિક રીતે એક અસામાન્ય બીમારી સાથે જીવન જીવે છે.અંકિતા ખુબ જ દુર્લભ એવી બીમારી એકોન્ડ્રોપ્લાસીયા ડવાર્ફીંગથી અસરગ્રસ્ત હોવાનુ પરિવારનાં સભ્યોનુ કહેવુ છે.જેમાં આવા અસરગ્રસ્તોની ઊંચાઈ ખુબજ ઓછી રહે છે અને પરિણામ સ્વરૂપ એમનું દૈનિક જીવન ખૂબ જ સંદ્યર્ષમય બની જતું હોય છે અને આવા પડકાર સામે પણ ખુશખુશાલ રહેતી અને બધાને હંમેશા હંમેશા હસાવતી રહેતી શ્ન*ત્નઙ્ગક્રદ્બક્નલૃહ્ય્ સાબિત કરી આપ્યું કે,શારીરિક રીતે સંપૂર્ણ સક્ષમ હોઇએ તો જ મોટા કાર્યો કરી શકાય એવું નથી હોતું..મજબૂત મનોબળ,દઢ સંકલ્પ અને છલકતા આત્મવિશ્વાસ સાથે વિચારો-અભિગમથી જીવનમાં બધું જ શકય છે.ઙ્ગ

ખુદ અમિતાભ બચ્ચન પણ અંકિતાના દ્રઢ નિશ્ચય અને હકારાત્મક અભિગમથી ખૂબ જ પ્રભાવિત થયાં અને અંકિતાને પ્રોત્સાહિત કરી હતી.ઙ્ગ

અંકિતાના એપિસોડનું પ્રસારણ તા.૮ અને ૯ ડિસેમ્બરના રોજ થશે ત્યારે આ રસપ્રદ એપિસોડ નિહાળવા દર્શકોમાં જબરી ઉત્કંઠા છે.

અંકિતાએ છેલ્લા ચાર વર્ષથી એક મહત્વકાંક્ષા રાખી હતી કે,'કેબીસી'માં જવુ અને હોટસીટ પર પહોંચવું..અને એમણે આખરે બધા પડાવ પાર કરી અને હોટસીટ પર બિરાજમાન થવાનુ ગૌરવ પ્રાપ્ત કરી લીધું છે.ઙ્ગ

આજથી ૩ વર્ષ પહેલાં ધીરૂભાઇ સાદરાણીના દીકરીના દીકરા અને હર્ષદભાઈના ભાણેજ હીરેનભાઇ મહેતા એ 'કેબીસી'માં હોટસીટ પર પહોંચી ૨૫ લાખ જીતી અને વિસાવદરનું ગૌરવ વધારેલ અને હવે અંકિતાએ એક દિકરી તરીકે સફળતા મેળવી..અનોખા પ્રેરણાદાયક જીવનથી સમગ્ર વિસાવદર પંથક ગૌરવવં અનુભવે છે.

અંકિતા એમના પરિવારમાં વિશેષ કરી અને મોટા ભાઈ સ્વ. જયંતીભાઈના પુત્ર નિરજ,ચિરાગ,વિપુલ,સચિન નરેન્દ્રભાઈનાં પુત્ર જીંકલ,પુત્રી કિંજલ, પ્રદિપભાઈ ની પુત્રી શ્વેતા,પુત્ર દેવ,કિર્તીભાઈ,રંજનબેન તથા તેમના પુત્ર હિરેનભાઇ અને મિહિરભાઇની તથા સર્વ કુટુંબીજનોની શુભેચ્છાઓને એમની સફળતાં માટે વિશેષ મહત્વ આપે છે અને સમગ્ર વિસાવદર પંથકમાં નો પણ આભાર વ્યકત કર્યો છે.

'કૌન બનેગા કરોડપતિ' ટેલીવીઝન શોમાં બુધ-ગુરૂનાં રોજ લાડલી દિકરી અંકિતા આવી રહી છે ત્યારે પિતા-હર્ષદભાઇ સાદરાણી (મો.૯૮૨૫૬૧૯૬૨૪) દિકરી પર ગર્વ સાથે ગૌરવ અનુભવી રહ્યા છે.

(12:26 pm IST)