Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વંથલી પાસે થયેલ લુંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ ૪ શખ્સો ઝડપાયા

પીએસઆઇ અલ્પા ડોડીયા અને ટીમે દબોચી લીધાઃ એક આરોપી રાજકોટ શહેરમાં ૩ ગુન્હા આચર્યાનું ખુલ્યું: રોકડ સહીત દોઢ લાખનો મુદામાલ કબ્જે કરાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૮: રાત્રીના સમયે વંથલી તાબેના સાંતલપુરધાર રોડ ઉપર આવેલ મહેન્દ્ર બાગની નજીક રહેતા ફરી પોતાના ખેતરમાં આવેલ મકાને સુતા હતા ત્યારે ત્રણ અજાણ્યા ઇસમોએ ફરીયાદીના મકાનનો દરવાજો તોડી ફરીયાદીને હાથમાં છરી મારી અને રોકડા રૂપીયા ૭ર,૦૦૦ તથા સોનાનો હાર (હાંસડી-૧)આશરે એકથી દોઢ તોલાની કી. રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂપીયા ૧,૧ર,૦૦૦ના મુદામાલની લુંટ કરી ત્રણેય આરોપીઓ મો.સા. સાથે નાસી જઇ એકબીજાઓને મદદગારી કરી ગુન્હો કરેલ હોય. જે બાબતે વંથલી પોલીસ સ્ટેશન એફઆઇઆર નંબર ૧૧ર૦૩૦૬૮ર૧૦પપ૦ આઇપીસી કલમ ૩૯૪, ૩ર૪, ૪પ૮, પ૦૪, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ.

જે ઉપરોકત બનાવ બાબતે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રવી તેજા વાસમ શેટ્ટીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.બી.ગઢવીના સીધા માર્ગદર્શન નીચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ જીલ્લામાં બનતા આવા અનડીટેકટ લુંટના ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને શોધી કાઢી મુદામાલ રીકવર કરવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય, જેઓના માર્ગદર્શન નીચે વંથલી પોલીસ સ્ટેશનમાં પો.સબ. ઇન્સ. એ.પી.ડોડીયાએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ લુંટનો અનડીકેટ ગુનો વહેલામાં વહેલી તકે શોધી કાઢવા અને ગુનામાં સંડોવાયેલ તમામ ઇસમોને હસ્તગત કરવા અને લુંટમાં ગયેલ મુદામાલ રીકવરકરવા માટે બનાવ સ્થળના તથા આજુબાજુના સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ સેલ તથા ખાનગી બાતમીદારો દ્વારા અથાક પ્રયત્ન હાથ ધરતા તેમજ ફરીયાદીના વિશેષ નિવેદનના આધારે તથા ચોક્કસ બાતમીદારો દ્વારા તપાસ કરી કરાવતા બાતમીરાહે હકીકત મળેલ કે વંથલીમાં રહેતો શનીસીંગ રાજેસીંગ ટાંક તથા અફજલ ઇબ્રાહીમ અમરેલીયા તથા એભો વાણવી વાળાઓએ ઉપરોકત લુંટના ગુનાને અંજામ આપેલ હોય તેવી ચોક્કસ બાતમીના આધારે અફજલ અમરેલીયાને પો.સ્ટે. લઇ આવી યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા જણાવેલ કે પોતે તથા વંથલીનો એભો વાણવી તથા શનીસીંગ રાજેસીંગ ટાંક વાળાઓ મળી એભા વાણવીના કહેવાથી વંથલી સાંતલપુરધાર પાસે આવેલ મહેન્દ્રબાગની બાજુમાં રહેતા નટવરભાઇ પોલીસ વાળાને ત્યાં તા.પ-૧ર-ર૦ર૧ના રાત્રીના એક દોઢ વાગ્યાની આસપાસ એભા વાણવીની કાળા કલરની પલ્સર મો.સા. લઇ અને ફરીયાદીના મકાનનો દરવાજો ખખડાવી દરવાજો ન ખોલતા દરવાજો તોડી મકાનની અંદર પ્રવેશ કરી આરોપી શનીસીંગે ફરીયાદીને હાથમાં છરી મારી અને આરોપી અફજલ તથા એભા વાણવીએ ઘરમાં પડેલ રોકડા રૂપીયા તથા સોનાનો હાર લુંટ કરી મો.સા.માં ત્રિપલ સવારીમાં બેસી વંથલી પરત આવી ગયેલ તેવું જણાવેલ હોય જેના આધારે આરોપી નરેન્દ્ર ઉર્ફે એભો વિજયભાઇ વાણવી વંથલીથી રાજકોટ પોતાએ લુંટમાં ઉપયોગમાં લીધેલ મો.સા.માં ગયેલ હોય જેથી તેનો પીછો કરી રાજકોટ હોસ્પીટલ ચોક ખાતેથી પકડી વંથલી પો.સ્ટે.લઇ આવી યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ઉપરોકત ત્રણેય ઇસમો સિવાય પોતાને ફરીયાદીની વાડીની બાજુમાં રહેતા મેહુલ કરશન વાણવી રહે. સાંતલપુરધાર મહેન્દ્રબાગ વાળો ફરીયાદીના ઘરમાં રૂપીયા આવેલ છે. તેમજ સોનુ પડેલ છે તેવું જણાવેલ હોય જેથી આ ગુનાના કામે મેહુલ કરશનભાઇ વાણવીની રેકી કરી સાંતલપુરધાર ખાતેથી પો.સ્ટે. લઇ આવી યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ગુનાની કબુલાત આપેલ હોય અને આ કામે લુંટના ગુનામાં ગયેલ મુદામાલ ઓઝત નદીની વાલીવાળી ગારીમાં એક વાડીમાં સંતાડેલ હોય જે લુંટમાં ગયેલ રોકડા રૂપીયા ૭ર,૦૦૦ તથા સોનાનો સેટ-૧, કી.રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧ર,૦૦૦ પંચો રૂબરૂ પંચનામુ કરી મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. તેમજ આરોપી શનીસીંગ રાજેસીંગ ટાંકને જેતપુરથી હસ્તગત કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) નરેન્દ્ર ઉર્ફે એભો વિજયભાઇ વાણવી ઉ.વ.૧૯ રહે. વંથલી આંબેડકરવાસ પાણીના ટાંકા પાસે (ર) અફજલ ઇબ્રાહીમ ઉર્ફે બરી અમરેલીયા ઉ.વ.ર૧ રહે. વંથલી અખાડા વિસ્તાર (૩) મેહુલ કરશનભાઇ વાણવી ઉ.વ.૪૦ રહે. સાંતલપુરધાર, મહેન્દ્રબાગ વાડીએ (૪) શન્નીસીંગ રાજેશસીંગ ટાંક ઉ.વ.ર૦ રહે. દિલાવરનગર વંથલી જી.જુનાગઢ.

આરોપીઓ વિરૂધ્ધમાં અગાઉ નોંધાયેલ ગુનાઓ અફજલ ઇબ્રાહીમ ઉર્ફે બરી અમરેલીયા ઉ.વ.ર૧ રહે. વંથલી અખાડાપા વિસ્તાર વાળા વિરૂધ્ધમાં (૧) રાજકોટ ભકિતનગરપો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ ૩૬/૨૦૧૯ ઇ.પી.કો. ક. ૩૭૯, ૩પ૬, ૧૧૪ મુજબ (ર) રાજકોટ ભકિતનગર પો.સ્ટે.ગુ.ર.નં. ફર્સ્ટ ૪ર/૨૦૧૯ ઇ.પી.કો. ક. ૩ર૬, ૧ર૦ બી, પ૧૧ મુજબ (૩) રાજકોટ ભકિતનગર પો.સ્ટે. પાસા નં. ૯/૨૦૧૯ મુજબ (૪) વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૬૮ર૦૦૬૯૧/ર૦ર૦ પ્રોહી કલમ ૬પઇ, ૯૮(ર), ૮૧ મુજબ

શશીસીંગ રાજેશસીંગ ટાંક ઉ.વ.ર૦ રહે. દિલાવરનગર વંથલી જી.જુનાગઢ વાળા વિરૂધ્ધમાં (૧) વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૬૮ર૧૦ર૪૦ ઇ.પી.કો. ક. ૩૭૯, ૧૧૪ મુજબ (ર) વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦જ્ઞ ૮ર૧૦ર૩ર પ્રોહી કલમ ૬પએએ મુજબ (૩) કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૩૦ર૧૦૪૮૮ ઇ.પી.કો. ક. ૩૭૯, ૧૧૪ મુજબ (૪) પાટણવાવ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૧૩૦૪૩ર૧૦૩૭૬ પ્રોહી કલમ ૬પ એએ ૯૮ (ર) ૮૧

આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ રોકડા રુપીયા ૭ર,૦૦૦, સોનાનો હાર સેટ નંગ-૧ કી. રૂ. ૪૦,૦૦૦ મોબાઇલ ફોન ંગ ૩ કી. રુા. ૧પ૦૦૦ પલ્સર મો.સા. ૧ કી. ૩૦,૦૦૦ મળી કુલ રૂ.૧,પ૭,૦૦૦.

કામગીરી કરનારા પોલીસ અધિકારી-કર્મચારી આ કામગીરીમાં વંથલી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.એ.પી.ડોડીયા વંથલી પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. બી.એન.પરમાર તથા પી.એસ.ઠાકર તથા પો.કોન્સ. ભરતસિંહ કે.સીસોદીયા, કીરીટભાઇ કામળીયા, અરૂણભાઇ મહેતા, પ્રતાપસિંહ શેખવા, બાલુભાઇ બાલસ, ભરતભાઇ ડાંગર તથા જેતપુર સીટી પો.સ્ટે.ના પો.કોન્સ. રાજુભાઇ શાબળા તથા અભયરાજસિંહ ડી.જાડેજા તેમજ વડોદરા જવાહરનગર પો.સ્ટે.ના સ્ટાફે સાથે મળી કરેલ છે.

(1:21 pm IST)