Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ધ્રોલની ગોલીટા ગ્રામ પંચાયત ત્રીજી વખત સમરસ : ત્રણે વખત રમેશભાઇ સરપંચ

ધ્રોલ : તાલુકાનું એક એવું ગામ કે એમાં સતત ત્રીજી વખત એક ને એક સરપંચ બિનહરીફ સરપંચ રમેશભાઈ વાલજી ભાઈ માખેલાએ ત્રીજી વખત હેટ્રિક કરી છે અને  ગોલીટા ગામ ની એકતા ટકાવી રાખી છે   ગોલીટા ગામની સમરસતા જોઈનેએ ગામમાંથી શીખવા જેવું છે. અને ગોલીટા ગામમાં બધી જ્ઞાતિના લોકો રહે છે અને બધી જ્ઞાતિના લોકોને રમેશભાઈ સાથે રાખીને નહી વાદ નહી વિવાદ  છે અને આ ગામ ધ્રોલ તાલુકાનું પેલું ગામ છે. કે જયાં તમામ જ્ઞાતિના લોકો રહેતા હોઈ અને એકજ સરપંચ ત્રીજી વખત સરપંચ બિનહરીફ થયા છે આ ગામમા ભૂગર્ભ ગટર પીવાના પાણીની સુવિધાઓ ગોકળીયુ ગામ તરીકે ગણાઈ કાયમ ગામમા એકતા અને ભાઈ ચારા થી ગામમા વિકાસ થયો છે સતત ત્રણ વખત ગ્રામ પંચાયત ના સરપંચ છે આ ગામમા અંદાજીત ૧૫૦૦ લોકો ની વસ્તી છે.

(1:21 pm IST)