Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામનગરમાં નેવીની ભર્તીમાં ૮ શખ્સોએ નકલી દસ્તાવેજો બનાવી રજૂ કર્યાની ફરીયાદ નોંધાવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: અહીં આઈ.એન.એસ. વાલસુરા બેઝ કેમ્પ કવાટર્સ નંબર પી–રપપ/ર જામનગરમાં રહેતા અને નોકરી કરતા મનોજ લક્ષ્મણસિંઘ રાજપુત ઉ.વ. ૩પ એ બેડી મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૭ ના રોજ આઈ.એન.એસ. વાલસુરા રીક્રુમેન્ટ વેરીફીકેશન ઓફીસ જામનગર ખાતે આ કામેના આરોપીઓ રાજેન્દ્રસિંગ યાદવ રહે. રાજસ્થાન, વિમલ ઉર્ફે મોનુ, સંતોષકુમાર સરદારારામ સેપટ રહે. રાજસ્થાન, કમલેશ જગદીશ સાણ રહે. રાજસ્થાન, કિર્તી દલવીર પાલ રહે. ઉતરપ્રદેશ, કા.સ.કી. ગૌરવ રાજવિરસિંઘ ચાહર રહે. ઉતરપ્રદેશ, કા.સ.કી શ્રીકાંત શ્રીપ્રેમ સિંગ રહે. ઉતરપ્રદેશ, કા.સ.કી. ચન્દ્રકાંત ઘનસિંહ કૃશ્વાહ રહે. ઉતરપ્રદેશવાળાઓએ વાલસુરા નેવલ ભર્તીમાં ભાગ લેવા માટે બનાવટી આધાર કાર્ડ તેમજ ડોમીસાઈલ સર્ટીફિકેટ બનાવી બનાવટી ખોટા સરકારી દસ્તાવેજ તથા સિકકા બનાવી તથા આરોપી ૩ થી પ તથા કા.સ.કી. નં. ૬ થી ૮ નાઓ બનાવટી આધાર કાર્ડ અને સર્ટીનો વાલસુરા ખાતે નેવીની ભરતીમાં ભાગ લેવા માટે રજુ કરી તેનો  ખોટો ઉપયોગ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

૬ બોટલ દારૂ સાથે યુવક ઝડપાયો

ધ્રોલ પોલીસ મથકના એસ.કે.સોલંકીએ તા.૭ ના રોજ ધ્રોલ જોડીયાના નાકા પાસે ગેબનશાપીરની દરગાહ પાસેથી આ કામના આરોપી કુલદીપ ભરતભાઈ પાડલીયા ઉ.વ. ર૧ પાસેથી દારૂની બોટલ–૬ કિંમત રૂ. ૩ હજાર સાથે ઝડપી પાડયો હતો.

૪ શખ્સોએ વિપ્ર યુવકને ધોકાવી નાખ્યો

દરેડમાં રહેતો હિતેષ કમલેશભાઈ શુકલા ઉ.વ. ર૧ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, મોરકંડાના પાવર હાઉસ પાસે આ કામના આરોપીઓ રાહુલ પ્રેમજીભાઈ કણજારીયા, મહેન્દ્ર કણજારીયા, પારસ ખાણધર, કુલદીપએ ફરીયાદીને આરોપીની બહેનો સાથે બોલવાના સંબંધ હોય જે આરોપીઓને ગમતુ ન હોય જેથી ચારેય આરોપીઓએ એકસંપ કરી ગાળો કાઢી લાકડાના ધોકા વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

રહેણાંક મકાનમાંથી ૧૩ બોટલ દારૂ ઝડપાયો

સીટી સી ડિવિઝનના એચ.જે.મકવાણાએ તા. ૭ ના રોજ ગોકુલનગર હનુમાનજીના મંદિર પાસેથી આ કામેના આરોપી દિવ્યેશ ગીરીશભાઈ ડોબરીયા ઉ.વ. ૩૧ ને તેમના કબજાના મકાનમાંથી ઇગ્લીશ દારૂની ૧૩ બોટલો કિંમત રૂ. ૬પ૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

બગધરા ગામે યુવકનું મોત

જામજોધપુર તાલુકાના બગધરા ગામે રહેતા વિક્રમભાઈ નથુભાઈ બાબરીયા ઉ.વ. ૪ર એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૭ ના રોજ આ કામે મરણ જનાર હરેશ મેઘજીભાઈ બાબરીયા ઉ.વ. ૩પ પોતાના ઘેર રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ પોતાના રહેણાંક મકાને કોઈ અગમ્ય કારણસર મરણ થયેલ છે.

(1:23 pm IST)