Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમરેલી જીલ્લામાં ૯૮ ગ્રામ પંચાયતો સમરસ થતા હવે ૩૯૧ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૮ : અમરેલી જિલ્લામાં ૪૮૯ ગ્રામ પંચાયતમાંથી ૯૮ ગ્રામ પંચાયતનો સમરસ થતા હવે ૩૯૧ ગ્રામ પંચાયતોમાં ચુંટણી જંગ લડાશે અમરેલી  જિલ્લામાં સૌથી વધુ પંચાયતો અમરેલી તાલુકામાં સમરસ બની છે અને સૌથી ઓછી બગસરામાં થઇ છે.

અમરેલીમાં ૬૦માંથી ૧૯ લાઠીમાં ૩૬ માંથી ૭, બાબરામાં ૪૪માંથી ૧૧, કુંડલામાં ૬૩માંથી ૧૪, લીલીયામાં ૩૪માંથી ૯, બગસરામાં ૩૪માંથી૧, કુંકાવાવ, વડીયામાં ૩૯માંથી ૩, ધારીમાં ૪રમાંથી ૧પ, ખાંભામાં ૪૩માંથી પ, રાજુલામાં પ૮માંથી ૭ અને જાફરાબાદમાં ૩૬માંથી ૭ પંચાયતો બિનહરીફ થઇ છે.

અમરેલી તાલુકામાં કાઠમાં પ્રતાપપરા, તરવડા, કમીગઢ, ઢોલરવા, ચાપાથળ, સોનારીયા, શંભુપરા, રીકડીયા, વારસડા, ઇશ્વરીયા, માળીલા, દેવરાજીયા, હરીપુરા, સુરગપરા, ખીજડીયા ખારી, ચાડીયા, ટીમલા, કેરાળા તથા કુંડલા તાલુકામા આદસંગ આંકોલડા, ભંમર, બોરાળા, ચરખડીયા, ચીખલી, મેકડા, પીયાવા, રામગઢ, સાકરપરા, હાડીડા, હાથસણી, જાંબુડા, ધાર તથા લાઠી તાલુકામાં ઇંગોરાળા, દુધાળા, ટોડા, ભુરખીયા, અડતાળા, હરસુરપુર, જુંજાપર જુથ વિરપુર, બગસરામાં સનાળીયા, કુંકાવાવ, વડીયામાં અનીડા, ખાખરીયા,અને સુર્યપ્રાતપગઢ, જાફરાબાદમાં બાલાનીવાવ, કંથારીયા કોળી, નાનામોટા સાકરીયા, દુધાળા, જુની જીકાદ્રી, ધેસપુર, સોખડા, મીઠાપુર, લીલીયા તાલુકામાં લોકા, લોકી, બવાળા, હાથીગઢ, અંટાળીયા, કુતાણા, કલ્યાણપર, કાકચ, પાંચ તલવાડ, બાબરા, તાલુકામાં કુગરગઢ, અમરવાલપર, વલારડી, ઉંટવડ, ધરાઇ, ભીલા, ભીલડી, ઇશાપર, થોરખાણ, સુકવડા, વાંકીયા, ખાંભા તાલુકામાં કાતપરા, રાણીંગપરા, નાના વિસાવદર, ગોરાણા અને માલકનેશ, રાજુલા તાલુકામાં ખેરા, નિંગાળા-૧, નેસડી-૧ બાલાપર, જાપોદર, કુંભારીયા, મોટારીંગણીયાળા, ધારી તાલુકામં ત્રંબકપુર, કેરાળા, માણાવાવ, ઇંગોરાળા ડુંગર, અમૃતપુર ડાભાળી, જુથ, મીઠાપુર, ડુંગરી, સરસીા, કથીવદર, શેલ ખંભાળીયા, કાથરોટા, નવાચરખા, પાણીયાદેવ, દુધાળા, નાનીગરમલી, ગરમલી ચરખાનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લાની ૩૮ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણીમાં સરપંચપદ માટે ૧૪ અને સભ્ય પદ માટે ઉમેદવારો ચુંટણી જંગ ખેલાશે. ચુંટણી તંત્ર દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણીમાં તમામ ઉમેદવારો માન્ય રહ્યા હતા જયારે ઉમેદવારી પણ પરત ખેચાઇ ન હતી. પેટાચુંટણી છે તેવા ગામોની યાદી મુજબ અમરેલીમાં ૪, વડીયા, કુંકાવાવમાં ૧, લાઠીમાં ૪, બાબરામં પ, ધારી ૧ર, સાવરકુંડલા ૪, રાજુલા ૭, જાફરાબાદમાં ૧ મળી કુલ ૩૮ બેઠકોમાં સરપંચ પદ માટે ૧૪ ઉમેદવારો અને સભ્ય પદ માટે પ ઉમેદવારો માન્ય રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ જાહેર થતા કુલ પર૮ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચુંટણી જંગ નિયત થયા મુજબ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત પુરી થતા હવે ઉમેદવારો અને રાજકીય આગેવાનો પ્રચાર પ્રસારમાં લાગશે આગામી ૧૯મીએ મતદાન અને ર૧મીએ મત ગણતરી થનાર છે આમ હવે હારજીત ઉપર આગેવાનોએ ચોકઠા માંડવા શરૂ કર્યા છે.

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના રમજાન બહાઉદીનભાઇ સમાને લાયસન્સ વગર ગેરકાયદેસર દેશી જામગરી બંદુક રૂ.પ૦૦ના મુદામાલ સાથે શેલણા ગામે દિવ્યા પબ્લિક સ્કુલ પાસેથી અમરેલી એસઓજીના પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલે મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

(1:25 pm IST)