Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભાવનગરમાં સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉકટરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા :OPD સેવાઓથી પણ અળગા રહ્યા

હોસ્પિટલમાં કોવિડ અને ઇમરજન્સી સેવા ચાલું :જિલ્લામાંથી અંદાજે 200 જેટલા ડૉક્ટરો હડતાળમાં જોડાયા

ભાવનગરમાં સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉકટરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. સાથે જ રેસિડેન્ટ ડૉકટરો તમામ OPD સેવાઓથી પણ અળગા રહ્યા. જોકે, હોસ્પિટલમાં કોવિડ અને ઇમરજન્સી સેવા ચાલું છે. જિલ્લામાંથી અંદાજે 200 જેટલા ડૉક્ટરો હડતાળમાં જોડાયા છે.

(1:38 pm IST)