Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

૧૩મીએ પ્રાણપ્રતિષ્ઠાઃ ભકતો માટે રહેવા જમવા અને ગરમ પાણીથી સ્નાનની સુવિધા

સ્વામિનારાયણ મહોત્સવની જાણવા-માણવા લાયક ઝલક : રરપ પોથી પારાયણઃ પાા કિ.મી.નો ખાસ રોડ બનાવાયો

-શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ર૦૦ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટા પ્રમાણમાં મહા મહોત્સવનું આયોજન.

-આ સમગ્ર મહોત્સવના આયોજક-પ્રયોજક અને વકતા સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી રહેશે.

-તા. ૧૦ થી ૧૮ ડિસેમ્બર સુધી નવદિનાત્મક મહોત્સવનો લ્હાવો.

- વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા

-તારીખ ૧૩-૧ર-ર૦ર૧ નો મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થશે... મહોત્સવનો મુખ્ય દિવસ.

- ભવિષ્યમાં મંદિર થશે તેવા ભગવાન શ્રી સ્વામિનારાયણના આર્શીવાદ આજે મંદિર સ્વરૂપે મૂર્તિમંત થયો.

-મહોત્સવમાં અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ.

-અનેક રાજદ્વારી મહાનુભાવની ઉપસ્થિતિ રહેશે.

- તા.  ૧૦ પ્રથમ દિવસે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા સંતો-મહેતોના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન.

- તા. ૧૧ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે ર૦૦૦ હજાર કોલેજિયન વિદ્યાર્થી માટે નિઃશુલ્ક છાત્રાલયનું ભૂમિપૂજન.

-શિયાળાની ઋતુ હોવાથી ગરમ પાણી સાથે ન્હાવા-ધોવોની ટોયલેટ-બાથરૂમની વ્યવસ્થા

- એડેચ સંડાસઅબાથરુમ સાથે ટેન્ટની વ્યવસ્થા

- દરરોજ આવનાર ભકતો માટે ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા.

- પુરુષ-સ્ત્રી ભકતો માટે રહેવા જમવાની જિલ્લાવાઇઝ અલગ-અલગ સુવિધા.

- એક લાખ શ્રોતાભકતો બેસી શકે તેવો વિશાળ કથામંડપ.

- મહોત્સવની વ્યવસ્થામાં અનેક સ્વયંસેવકો ખડપગે રહેશે.

-૧૦૦૯ કુંડી શ્રી હરિ મહાયજ્ઞ-યજમાનો અને વિદ્વાન બ્રાહમણો દ્વારા યજ્ઞમાં આહુતિ અપાશે.

- રરપ પાસેથી સંહિતા પારાયણનું વાંચન થશે.

-સંપ્રદાયના મુખ્ય ગ્રંથ શ્રીમદ્ સત્સંગિજીવનની નવ દિવસ કથા થશે.

- મહોત્સવનો લાભ લેવા ભકતોને સાનુકુળતા રહે તે માટે ૧૦૦ ફૂટ પહોળાઇનો સાડા પાંચ કિલોમીટરનો મહોત્સવ બાયપાસ રોડનું નિર્માણ.

- ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન આધારિત ભવ્ય પ્રદર્શન.

- પ્રાસાદિક તળાવમાં સુંદર ઘાટનું ઉદ્ઘાટન તેમજ જાહેર જનતા માટે નૌકાનિહાર લોકાર્પણ.

- ઐતિહાસિક દરબારગઢના જાહેર જનતા માટે મ્યુઝિમ સ્વરૂપે દર્શન થશે.

- મહોત્સવ સાથે મનોરંજન માટે આનંદ મેળો.

- વિવિધ રકતદાન-સર્વરોગ નિદાન વગેરે મેડીકલ કેમ્પોનું આયોજન.

- વ્યસનમુકિત અભિયાન.

- દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો.

- ૧પ હજારની વસ્તી ધરાવતા સરધાર ગામ નવ દિવસ સુધી ધુમાડાબંધ.  

(2:55 pm IST)