Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ચોટીલા મજૂર કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓની રિમાન્ડની માંગણી

35 મજૂરોને છુટા કરી દેવાતા નુકશાન જતા ફેક્ટરી માલિકે લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાવ્યું હતુ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. તેવા સંજોગોમાં ચોટીલા નજીકથી અપહરણનો બનાવ સામે આવ્યો હતો. લેબર કોન્ટ્રાક્ટરની અપહરણ કરી અને પાંચ લોકો નાસી છૂટ્યા હતા. આ મામલે મોરબી પોલીસ અને સ્થાનિક પોલીસના ઉપક્રમે આ તમામ પાંચ શખ્સોની રાજકોટ હાઇવે ઉપરથી ઝડપી લઇ અપહરણના ભોગ બનેલા કરણભાઈને પોલીસે છોડાવ્યા છે. ત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓની રિમાન્ડની માંગણી કરનામાં આવી છે.

ગઇકાલે વહેલી સવારે જે થયું હતું તેના મામલે પાંચ શખ્સોને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં, એક વર્ષ પહેલાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 35 મજૂરોને લઈને ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેમાં ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવતા ફેકટરીનાં માલિકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઇ હતી. જેને લઇને નુકશાન જતા આ કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

જે ફેક્ટરીના માલિક અને અન્ય લોકો દ્વારા પણ કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. ત્યારે આ મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પાંચ ઈસમોને ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યા છે. અને ચોટીલા ખાતે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આજ મામલે આગળની કાર્યવાહી તમામે તમામના રિમાન્ડ કોર્ટમાં રજૂ કરી અને માગવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા જણાવ્યું હતુ.

ગત રાત્રીના સવા બે એક વાગ્યાના સુમારે આ કામના ફરીયાદી ધર્મેશભાઇ નરેન્દ્રભાઇ (ઉ.વ. 33) તથા સાહેદ મીજભાઇ શીવાભાઇ પટેલ આ કામના ભોગ બનનારા કરણભાઈ ( રહે.બારખડ વાળા )એ મોરબી મુકામે લેબર મોબાઇલ ફોનમાં સેવ કરેલો છે. તેમની સાથે લેબર કોન્ટ્રાક્ટનું નક્કી કરવાનું હોય ફરી તથા સાહેદ પારથી પાદરા સોમનાથવાળી બસમાં બેસી ચોટીલા નેશનલ રોડ ઉપર રાજકોટ તર જતા બસ સ્ટેન્ડ પાસે ઉતરી ચામુંડા ધર્મશાળા બહુ ચાલી જતા હતા ત્યારે પાછળથી આ કામના આરોપીઓ એક તેની ફોર વ્હીલ ગાડીમાં અજાણ્યા પાંચ ઇસમો આવી ફરીયાદીને છરી વતી ઇજા કરી કરણમાઇ ( રહે.સોખડ વાળા )ને ગાડીમાં નાખી અપહરણ કરી ગયા હતા.

નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુધવાએ બનાવ અંગે ગંભીરતા દાખવી આરોપીઓ પકડવા તાત્કાલીક અસરથી અલગ અલગ ટીમો બનાવી તુરંત જ નાકાબંધી કરી જરૂરી પોલીસ ટીમો બનાવી તરત જ એકશન મુડમાં આવી મોરબી તથા રાજકોટ રૂરલ વિસ્તારને કાર્યરત કરવામાં આવ્યસ હતા. દરમ્યાન ચોટીલા પો.સ્ટે.ના ઝેડ.એલ. ઓડેદરાની સુચના મુજબ અલગ અલગ ટીમો તૈયાર કરી તેઓના અંગત વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડી ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને વાંકાનેર તાલુકાના અમરાપર વિસ્તારમાં વાંકાનેર તાલુકા પોલીમની મદદથી ગુન્હામાં વપરાયેલી કાર સાથે ગણતરીના કલાકોમાં પાંચ ઇસમોને ઝડપી પાડી ભોગ બનનારને અપહરણ કરનારા આરોપીઓના કબજામાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.

(10:24 pm IST)