Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મોરબીના શાક માર્કેટમાં યુરિનલને વર્ષોથી તાળાબંધી : વેપારી અને ગ્રાહકો પરેશાન.

હજારો લોકોની અવરજવર અને અંદાજે 500 જેટલા વેપારીઓ માટે મહત્વની યુરિનલ સુવિધા તંત્રએ વર્ષો પહેલા જ છીનવી લીધી


મોરબીના શાકમાર્કેટમાં હજારો લોકોની અવરજવર અને અંદાજે 500 જેટલા વેપારીઓ માટે મહત્વની યુરિનલ સુવિધા તંત્રએ વર્ષો પહેલા જ છીનવી લીધી છે. આ યુરિનલને વર્ષોથી અલીગઢી તાળા લટકે છે. આથી વેપારીઓ સહિતના લોકોને લઘુશંકા માટે અહીંથી દૂર નહેરુ ગેઇટ ચોક પાસે જવું પડે છે.
અહીંના વેપારી રવજીભાઈના જણાવ્યું મુજબ અગાઉ આ યુરિનલ ચાલુમાં હતું. પણ કોઈ સમસ્યા ન હોવા છતાં કોઈ કારણ વગર અગાઉ નગરપાલિકાએ યુરિનલને તાળા મારી મૂળભૂત સુવિધા પર તરાપ મારી છે. વર્ષોથી આ યુરિનલ બંધ હોવાથી છતે સુવિધાએ વેપારીઓ અને લોકોને ભારે હાલાકી પડે છે. જો કે તંત્રએ આ યુરિનલમાં કોઈ તકલીફ હોય તો તેને દૂર કરીને આ મહત્વની સુવિધા ચાલુ કરવી જોઈએ તેવી તેમણે માંગ ઉઠાવી છે

(11:12 pm IST)