Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મોરબી સિવિલ હોસ્પિટલની અજીબ બીમારી ; સારવાર માટે જતા દર્દી કરાય છે રાજકોટ રીફર

- હોસ્પિટલમાં નવો સ્ટાફ મળ્યો હોવા છતાં જૂની બીમારી યથાવત.

મોરબીની સિવિલ હોસ્પિટલ જીલ્લા કક્ષાની હોવા છતાં અહી સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે લાંબા સમયથી પૂરતા ડોક્ટર અને સ્ટાફની અછત માંડ માંડ પૂરી કરવામાં આવી છે છતાં હજુ અહીના ડોક્ટરોની જૂની બીમારીનો ઈલાજ થયો હોય તેમ નથી લાગતું કારણકે હજુ પણ અહી સારવાર માટે આવતા દર્દીઓને રાજકોટ રીફર કરવાનું કહી દેવામાં આવતું હોય જે મામલે રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડ્યા, મુસા બલોચ દ્વારા સિવિલ હોસ્પિટલના ડીન અને જીલ્લા કલેકટર મોરબીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં હાલ સ્ટાફ પૂરતા પ્રમાણમાં આવી ગયો હોવા છતાં દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવે છે

 દર્દીઓને રાજકોટ રીફર કરવાથી ગરીબ દર્દીને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે જેથી રજૂઆત કરી જણાવ્યું છે કે ગાયનેક અને ઓર્થોપેડિક વિભાગ રાત્રીના સમયમાં પણ ચાલુ રાખવામાં આવે તે લોકોના હિતમાં છે તેમજ દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવે છે જેથી એમ્બ્યુલન્સ શોધવામાં દર્દીને હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી દર્દીઓને બિન જરૂરી રાજકોટ રીફર કરવામાં ના આવે અને જરૂરી સારવાર મોરબી સિવિલમાં જ મળી રહે તેવી માંગ કરવામાં આવી છે.

(8:59 am IST)