Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જામનગર જિલ્લામાં 5 બેઠકો પર સવારે 8 વાગ્યે હરિયા કોલેજ ખાતે ગણતરી

મત ગણતરી સેન્ટરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહેલી સવારથી ચહપહલ : જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા

(મુકુંદ બદિયાણી દ્વારા )જામનગરતા.૮ : જામનગર જિલ્લામાં 5 બેઠકો પર સવારે 8 વાગ્યે હરિયા કોલેજ ખાતે ગણતરી શરૂ થઈ છે

સૌ પ્રથમ બેલેટ પેપરોની ગણતરી શરૂ થઈ હતી

 45 ઉમેદવારોના ભાવિનો જનાદેશ આજે આવશે

 7,25,318 મતદારોએ 60.01 %  મતદાન કર્યું હતું

 કુલ 12,08,571 મતદારો જામનગર જિલ્લાની 5 સીટો માં નોંધાયેલા છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે.

    76 કાલાવડ (અનામત)ઉમેદવારો - 5

ટેબલ - 12

25 રાઉન્ડ

પડેલ મતો - 1,29,958

 

 

77 જામનગર ગ્રામ્ય

ઉમેદવારો - 6

ટેબલ- 13

21 રાઉન્ડ

પડેલ મતો - 1,62,009

 

78 જામનગર ઉત્તર

ઉમેદવારો - 11

ટેબલ- 14

16 રાઉન્ડ

પડેલ મતો - 1,52,335

 

 

79 જામનગર દક્ષિણ

ઉમેદવારો - 14

ટેબલ-14

14 રાઉન્ડ

પડેલ મતો - 1,32,144

 

80 જામજોધપુર

ઉમેદવારો - 9

ટેબલ- 14

20 રાઉન્ડ

પડેલ મતો - 1,48,877

 

જામનગર જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો પર 45 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો આવવાનો છે ત્યારે સવારથી જ હરિયા કોલેજ ખાતે મત ગણતરી સેન્ટરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહેલી સવારથી ચહપહલ જોવા મળી હતી. સવારથી જ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી લેવામાં આવી હતી અને મત ગણતરી સ્થળે ઉમેદવારોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(8:16 am IST)