Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કચ્છમાં ૬ બેઠકોની ૧૨૦ રાઉન્ડ માં ગણતરી: સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  કચ્છમાં વિધાનસભાની ૬ બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આ મત ગણતરી કરાઈ રહી છે. કચ્છની વિધાનસભાની ૬ બેઠકોની મતગણતરી અલગ અલગ કુલ ૧૨૦ રાઉન્ડમાં કરાશે. જેમાં

સૌથી વધુ અબડાસા વિધાનસભાના ૨૭ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જ્યારે માંડવી,અંજાર અને રાપરની ૨૦-૨૦ રાઉન્ડમાં મતગણતરી કરાશે. ભુજમાં ૨૧ અને ગાંધીધામ ૨૨ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે.

(8:19 am IST)