Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજુલામાં ટ્રકનો સાઇલેન્‍સર બદલવાની કંપનીએ ના પાડી

રાજુલા, તા.૮: રાજુલાના સાગર ટ્રાન્‍સપોર્ટની અશોક લેલેન્‍ડ કંપનીની ગાડીમાં સાઇલેન્‍સરનો ફોલ્‍ટ હોવા છતાં ન બદલી આપતા ટ્રક માલિક દ્વારા ગ્રાહક સુરક્ષાના દ્વાર ખટખટા વશે તેવું ટ્રક માલિક દ્વારા તેવું જણાવ્‍યું હતું.

રાજુલામાં સાગર ટ્રાન્‍સપોર્ટ ચલાવતા મમદુભાઈ દિલુંભાઈ જેઠવા નામના ટ્રાન્‍સપોર્ટ માલિક દ્વારા રાજુલા સ્‍થિત અશોક લે લેન્‍ડ સર્વિસ સ્‍ટેશનમાં ૨૦ દિવસ પહેલા ટ્રકમાં ખામી હોય ગાડી સર્વિસ સ્‍ટેશનમાં મૂકી દેવામાં આવેલ આ અંગે તેઓએ અવારનવાર અને રાજુલા થી લઈને અનેક જગ્‍યાએ કંપનીના સર્વિસ સ્‍ટેશનમાં ગાડી નંબર જીજે ૧૪ દ્ય ૭૨૪૫માં ફોલ્‍ટ હોવાનું જણાવેલ હતું. આ ૨૦ દિવસની અંદર અશોક લેલેન્‍ડ કંપનીના સર્વિસ સ્‍ટેશનમાં સાઇલેન્‍સર ખરાબ હોવાનું જણાવવામાં આવેલ હતું ત્‍યારે ટ્રક માલિક દ્વારા જણાવવામાં આવેલ કે ટ્રક ખરીદ્યાને ૨૦ માસ જેટલો સમય થયેલ છે જેથી ગાડીમાં બે વર્ષની ગેરેન્‍ટી હોવાનું ટ્રક માલિક દ્વારા જણાવાયું હતુ જેથી આ સાઇલેન્‍સર બદલી આપવામાં આવે તેવું જણાવેલ ત્‍યારે આ અંગેની જાણ સર્વિસ સ્‍ટેશનના માલિક દ્વારા કંપનીમાં કરેલ ત્‍યારે કંપની દ્વારા એવું જણાવવામાં આવેલ કે તમો જે ડીઝલ વાપરો છો તે ખરાબ આવતું હોવાથી અને અત્‍યારે અશોક લેલેન્‍ડ કંપનીની ગાડીમાં સેન્‍સર વાળું સાઇલેન્‍સર લગાડેલ હોવાથી આ ફોટ થયેલ છે જેથી સાઇલેન્‍સર બદલી નહીં આપીએ ત્‍યારે ટ્રક માલિક દ્વારા એવું જણાવેલ છે કે હવે પછી કંપની દ્વારા સાઇલેન્‍સર બદલી નહીં આપવામાં આવે તો ગ્રાહક સુરક્ષાના દ્વાર ખટખટાવીશું અશોક લેલેન્‍ડ કંપનીના ઘણા બધા વાહનોમાં અને ગુજરાત સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટની બસોમાં પણ આ સાઇલેન્‍સર અંગેનો ફોલ્‍ટ હોવાનું પણ જાણવા મળે છે  તો આગામી દિવસોમાં હવે ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા શું ફેસલો લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

(10:35 am IST)