Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વડત્રા ગામના મંદિરમાં ચોરી કરનાર ઝડપાયો

ખંભાળીયા,તા. ૮ : પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય એ મિલ્‍કત સંબંધી ગુન્‍હોઓ શોધી કાવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને ના.પો. અધિક્ષક હાર્દિક પ્રજાપતિએ મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, (૧) ખંભાળીયા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૨૧૨૭૯/૨૦૨૨ આઇ.પી.સી. ૩૮૦,૪૫૪ મુજબ તથા (૨) ખંભાળીયા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૨૧૨૮૪/૨૦૨૨ આઇ.પી.સી. ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુન્‍હો ગઇ તા. ૫/૧૨/૨૦૧૨ના રોજ જાહેર થયેલ જેથી ખંભાળીયા ઇન્‍સ્‍પેકટર ડી.એમ.ઝાલાએ સર્વેલન્‍સ સ્‍ટાફના પો.સબ.ઇન્‍સ. વી.એમ.શીંગરખીયા સર્વેલન્‍સ સ્‍ટાફના પોલીસ સ્‍ટાફ તથા વડત્રા ઓ.પો.ના પોલીસ સ્‍ટાફને સુચના આપેલ જે અનુસંધાને ખંભાળીયાના વડત્રા ગામ ખાતે બનાવવાળી જગ્‍યા કાટેશ્વરી માતાજીના મંદિર ખાતે તપાસમાં હાજર હોય અને  પો.હેડ કોન્‍સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર તથા પ.હેડ કોન્‍સ. રોહીતભાઇ નટવરલાલ થાનકી નાઓએ મળેલ હકિકત આધારે (૧) ખંભાળીયા પો.સ્‍ટે. ‘એ' પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૨૧૨૭૯/૨૦૨૨  આઇ.પી.સી. ૩૮૦,૪૫૪ મુજબ ગુન્‍હાના કામે ચોરી થયેલ મુદ્દામાલ રોકડા રૂા. ૧૮૨૦ તથા (૨) ખંભાળીયા પો.સ્‍ટે. ‘એ' પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૨૧૨૮૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ ગુન્‍હાના કામે ચોરી થયેલ મુદ્દામાલ (૧) સાયકલ લાલ કલરની કિં. રૂા. ૧૦૦૦ તથા (૨) એક લોખંડની ફુલી રૂા. ૩૦૦ તથા (૩) એક લોખંડની નાની પેટી જેમાં નાના મોટા પાના પકડ તેમજ લોખંડની ચીજવસ્‍તુઓ કિં.રૂા. ૧૧૦૦ ગણી કુલ કિં.રૂા. ૨૬૦૦ નો મુદ્દામાલ શકિતસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉવ.૨૩) ધંધો મંજુરી રહે. વડત્રા ગામ દરબાર પાડો પાસેથી ઝડપી પાડેલ છે.

 આ કામગીરી ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી ડી.એમ.ઝાલા, સબ ઇન્‍સ. વી.એન.શીંગરખીયા, હેડ કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા, રોહીતભાઇ નટવરલાલ થાનકી, જેઠાભાઇ સોમભાઇ પરમાર, વિરેન્‍દ્રસિંહ નટુભાઇ જાડેજા, યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કાનાભાઇ રાણાભાઇ લુણા, મહીદીપસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા (વડત્રા આ.પો.)એ કરી હતી.

(10:52 am IST)