Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જુનાગઢમાં યુવાન કારખાનેદારનો કિમતી મોબાઇલ રસ્‍તામાં પડી જતા માત્ર એકજ કલાકમાં ક્રાઇમ બ્રાંચની ટીમે શોધી આપ્‍યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ : જુનાગઢના જોષીપરા વિસ્‍તારમાં ખલીલપુર રોડ જીનિયસ સ્‍કુલ સામે આવેલ પુજા પાર્કમાં રહેતા પટેલ સમાજના અગ્રણી શાંતિલાલભાઇ રવજીભાઇ ગજેરા ધોરાજી ચોકડી પાસે હિન્‍દપાવર ટ્રાન્‍સફોર્મરના કારખાના સાથે સંકળાયેલ છે.

તેઓ સવારના તેમના પુત્ર ચેતનભાઇ ગજેરા સાથે સવારે કારખાને જયા નિકળ્‍યા બાદમાં ત્‍યાં પહોચ્‍યા અને કારખાનાના કામ માટે વસ્‍તુ લેવા ચેતનભાઇ બાઇકપર સીટી તરફ જઇ રહ્યા હતા ત્‍યારે કારખાના નજીક આવેલ મંદિર પાસે મોબાઇલ રસ્‍તામાં પડી જતા તેઓ ગામમાં આવતા ખ્‍યાલ આવ્‍યો અને તે મોબાઇલમાં રીંગ કરવા  છતા નો રીપ્‍લાય થતો હતો આથી તેઓ હાંફળા ફાફળા થઇ ગયા કારણ કે નોટએડફ્રો કંપનીનો કિંમતી મોબાઇલ જેમાં મોટા ભાગે તેમના બેકીંગ વ્‍યવહારના ડેટા તથા અન્‍ય ડોકયુમેન્‍ટ ફાઇલો પણ હોય ત્‍યારે ચેતનભાઇ ગજેરાએ લોકલક્રાઇમ બ્રાન્‍ચમાં પીએસઆઇ જે. જે.ગઢવીને ફોન કરતા એલ.સી.બી. પી.આઇ.જીતેન્‍દ્રસિંહ સિંઘવ તથા ગઢવીએ ટેકનીકલ સોસને કામે લગાડી મોબાઇલ ફેસીંગ કરી લોકેશન મેળવતા સાબલપુર ચોકડી પાસેનુ મળતા ત્‍યાં તપાસ કરતા રિક્ષા ચાલકને આ મોબાઇલ ફોન મળેલ જે તેણે પરત કરતા ચેતનભાઇએ રાહત અનુભવી હતી અને એલ.સી.બી. પી.આઇ. જે. એચ. સિંધવ અને પી.એસ.આઇ. જે.જે.ગઢવીનો આભાર વ્‍યકત કરેલ અને માત્ર ૧ કલાકમાં તાત્‍કાલીક મોબાઇલ શોધી કાઢવામાં એલ.સી.બી.ની ટીમ મદદ રૂપ થઇ અને પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું હતું.

(12:12 pm IST)