Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

પોરબંદરના બખરલા પાસે રીક્ષામાં ર૦૦ લીટર દેશી દારૂ લઇ જતા ર શખ્‍સો ઝડપાયા

પોરબંદર, તા., ૮: બખરલાના તળ વિસ્‍તારમાંથી રીક્ષામાંથી ર૦૦ લીટર દેશી દારૂ કિ. રૂા. ૪ હજારનો લઇને જતા ડોલરગઢ (રાણાવાવ)ના દેવા જીવાભાઇ મોરા તથા દિનેશ સામતભાઇ બન્ને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિંહ ચાવડા સાહેબ  તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવી મોહન સૈની સાહેબ તથા પોરબંદર ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ દ્વારા પોરબંદર જીલ્લામાં દારૂ બદી સદંતર નાસ્‍તે નાબુદ કરવા માટે આપેલ સુચના અન્‍વયે  પોલીસ સબ ઇન્‍સ. એ.બી.દેસાઇના માર્ગદર્શન મુજબ પો.હેડ. કોન્‍સ. બી.ડી.ગરચર તથા પોલીસ કોન્‍સ. જયમલ સામતભાઇ મોઢવાડીયા બગવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન ખાનગી હકીકત આધારે બખરલા ગામ પડધારામાં આવતા પો.કોન્‍સ. જયમલ સામતભાઇ મોઢવાડીયાની ચોક્કસ બાતમી હકિકત આધારે આરોપી નં. (૧) દેવા જીવાભાઇ મોરી (ઉ.વ.રપ) નં. (ર) દિનેશ સામતભાઇ કોડીયાર (ઉ.વ.ર૦) રહે. બન્ને ડોલરગઢ ગામ તા. રાણાવાવ વાળાને પ્‍યાગો રીક્ષા સાથે ગે.કો. દેશી પીવાનો દારૂ લીટર ર૦૦ કિ. રૂા. ૪૦૦૦ તથા રીક્ષાની કિ. રૂા. રપ૦૦૦ મળી કુલ કિ. રૂા. ર૯૦૦૦નો મુદામાલ સાથે મળી આવતા મજકુરો વિરૂધ્‍ધમાં બગવદર પોલીસ સ્‍ટેશનમાં પ્રોહી. ધારા કલમ ૬૬ (૧) બી ૬પ ઇ, ૯૮ (ર) ૮૧ મુજબનો ગુન્‍હો શોધી કાઢેલ છે.

આ કામગીરી પો.સબ ઇન્‍સ. એ.બી.દેસાઇ તથા પો.હેડ.કોન્‍સ. બી.ડી.ગરચર તથા અનાર્મ પો.કોન્‍સ. જયમલ સામતભાઇ મોઢવાડીયા વિગેરે સ્‍ટાફએ કરેલ છે.

(12:13 pm IST)