Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જેતપુરમાં ફરી કેશરીયો : જંગી લીડથી આગળ નીકળતા જયેશ રાદડીયા

ભાજની છાવણીમાં વિજયોત્સવનો માહોલ ૩ વાગ્યે વિજય સરઘસ નીકળશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૮ : જેતપૂરમાં જયેશભાઇ રાદડીયાઍ ફરી વખત વિજયનો ડંકો વગાડી અન્ય પક્ષોને મહાત આપી છે. અન્ય પાર્ટીઓ માટેના લોકોના મંતવ્યો ખોટા ઠર્યા જયેશભાઇનો ઘોડો ઍક તરફી વિજય કૂચ તરફ આગળ વધ્યો. હજુ ૧૩ રાઉન્ડ પૂરા થયા હોય ૫૦ હજારથી વધુની લીડ મેળવી છે. હવે ૯ રાઉન્ડની ગણતરી બાકી હોય પરંતુ આવડી લીડ કાપી શકાય તેવી શક્યતા ન હોય ભાજપના કાર્યકર્તાઅો ભારે ઉત્સાહમાં આવી ગયા છે.છાવણીમાં વિજયોત્સવનો માહોલ બની ગયો છે. બપોરે ૩ કલાકે ભાજપના મધ્યસ્થ કાર્યાલયે વિજય સરઘસ નીકળશે તેવી જાહેરાત કરી તૈયારીમાં લાગી ગયા છે જ્યારે અન્ય પક્ષો કોંગ્રેસ, આપ, સમાજવાદી પાર્ટીનો સફાયો કરી નાખ્યો છે.

જયેશભાઇઍ ફોર્મ ભરતી વખતે સભામાં વિશ્વાસ સાથે કહેલ કે જંગી લીડથી જીત મેળવીશ. જે પરીણામ આવતા શક્ય બન્યું છે. શરતો લગાવનારના અનુમાન પણ ખોટા ઠર્યા છે. 

(2:40 pm IST)