Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

પોરબંદરના અર્જુનભાઇ મોઢવાડિયાનો ૮૧૦૭૯ મતોથી ઝળહળતો વિજય

કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇના વિજય સરઘસમાં જોડાવવા સરકારી પોલીટેકનિક ખાતે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડયા : હરીફ ભાજપના ઉમેદવાર બાબુભાઇ વિજયની હેટ્રીક કરી ન શક્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ : પોરબંદર વિધાનસભા ૮૩ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાનો ૮૨૧૯ મતોની લીડથી વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાને કુલ ૮૧૦૭૯ મતો તથા ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાને કુલ ૭૨૮૬૦ મતો મળ્‍યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઇ જુંગીને કુલ ૫૧૭૧ મતો મળ્‍યા છે.

પોરબંદર વિધાનસભા બેઠકની મત ગણતરી શરૂ થયાના એક કલાકમાં ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા ૧૮૯ મતોથી આગળ રહ્યા હતા. ત્‍યાર પછી સવારે ૯.૩૧ વાગ્‍યે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયા આગળ થઇ ગયેલ હતા.

મત ગણતરીના સાતમા રાઉન્‍ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇની આગેકૂચ ચાલુ રહી હતી. આઠ રાઉન્‍ડના પ્રારંભે અર્જુનભાઇ ૫૧૭૯ લીડ સાથે આગળ રહેલ. સવારે ૧૧.૪૫ વાગ્‍યે ૧૩માં રાઉન્‍ડમાં અર્જુનભાઇ ૮૫૩૧ મતોથી આગળ ચાલી રહ્યા હતા.

કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડિયા વિજેતા થતાં આજે બપોરે સરકારી પોલીટેકનિક ખાતેથી અર્જુનભાઇના વિજય સરઘસ માટે કોંગ્રેસના આગેવાનો - કાર્યકરો સહિત મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ રહ્યા છે.

(4:19 pm IST)