Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ચોટીલામાં શામજીભાઇ ચૌહાણની ૨૮ હજાર મતથી જીત

સુરેન્‍દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોમાં ભાજપની વિજય માળા પ્રસરી જવા પામી છે ત્‍યારે હાલમાં ચોટીલા ની સીટ ઉપર શામજીભાઈ ચૌહાણની ૨૮,૦૦૦ મતથી જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્‍વિક મકવાણાની હાર થઈ છે તેમજ આપના ઉમેદવાર રાજુ કરપડા ની પણ હાર થવા પામી છે ત્‍યારે ચોટીલામાં યોજાયેલ ત્રિપાખીયા જંગમાં પણ ભાજપ મેદાન મારી ગયું છે અને હાલમાં ચોટીલામાં વિજય સરઘસની સંપૂર્ણપણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભાજપના કાર્યકરો પણ ગેલમાં આવી અને ફટાકડા ફોડી અને વિજય ઉત્‍સવ ઉજવવા માટે નો થનગનાટ જોવા મળી રહ્યો છે.

(4:23 pm IST)