Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો ભાજપે જીતી લીધી

ચંૂટણી સમયે અનેક સમીકરણો સર્જાયા છતાં : વાંકાનેરમાં કોંગી ધારાસભ્‍ય પીરઝાદાનો પરાજય

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૮: મોરબી જીલ્લામાં ત્રણ બેઠકો આવેલી છે જે ત્રણેય બેઠકો ભાજપે જીતી લીધી છે. આ જીલ્લામાં ચૂંટણી સમયે અવનવા સમીકરણો સર્જાયા હતા પરંતુ તમામ ધારણાઓ ખોટી પડી છે અને જીલ્લાની ત્રણેય બેઠક ભાજપે જીતી લીધી છે જેમાં ખાસ કરીને વાંકાનેરની બેઠકને અત્‍યાર સુધી કોંગ્રેસ પાસે હતી તે કોંગ્રેસએ ગૂમાવી દીધી છે. જયાં મોરબીમાં કાંતિભાઇ અમૃતિયા, ટંકારામાં દુર્લભજીભાઇ દેથરીયા અને વાંકાનેરમાં જીતુભાઇ સોમાણી જીતી ગયા છે. જયારે કોંગ્રેસના ધૂરંધરો જયંતિભાઇ પટેલ, લલિતભાઇ કગથરા અને મહંમદ જાવેદ પીરઝાદા હારી ગયા છે

(4:46 pm IST)