Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઉનામાં ભાજપના કાળુભાઇ સી.રાઠોડની જીત

કાળુભાઇ રાઠોડને કુલ ૮૦૩પ૬ મતો તથા હરીફ કોંગ્રેસના પુંજાભાઇ વંશને ૪ર૭૬૩ મતો મળ્‍યા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૮ : ઉના વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાળુભાઇ સી.રાઠોડ (કે.સી.રાઠોડ) વિજેતા બન્‍યા છે.

ઉના વિધાનસભા બેઠકના વિજેતા ભાજપના ઉમેદવાર કાળુભાઇ રાઠોડને કુલ મત ૮૦૩પ૬ તથા હરીફ કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશને ૪ર૭૬૩ મતો મળ્‍યા છે. આમ આદમી પાર્ટીના સેજલબેનને ૧૧૯૮૩ મેળવી શકયા હતા. ભાજપના વિજેતા ઉમેદવાર કે.સી. રાઠોડને ૩૭પ૯૩ મતોની લીડ મળી છે. ભાજપના ઉમેદવાર કે.સી.રાઠોડ ચૂંટણી જીતી જતા કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશ તેની વિજય હેટ્રીક કરી શકયા નહોતા.

ઉના વિધાનસભા બેઠક ઉપર મત ગણતરીના પ્રારંભે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશ આગળ રહ્યા બાદ ર કલાક બાદ ભાજપના ઉમેદવાર કાળુભાઇ સી.રાઠોડ (કે.સી.રોડ) આગળ થઇ ગયેલ હતા. કે.સી.રાઠોડની આગેકુચ ચાલુ રહેતા બપોરે ૧ર વાગ્‍યે મતગણતરીના ૧૭માં રાઉન્‍ડના અંતે કે.સી.રાઠોડ ૩૭ હજાર મતોથી આગળ ચાલી રહ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશને ૪ર૭૬૩ મળ્‍યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સેજલબેન ૧૧૯૮૩ મતો સાથે પાછળ રહી ગયા હતા. ઉના વિધાનસભા બેઠકના મતગણતરીના અંતિમ ર૦માં રાઉન્‍ડમાં ભાજપના કાળુભાઇ રાઠોડને ૯પ૩પ૬ મતો તથા કોંગ્રેસના પુંજાભાઇ વંશને પર૦૧પ મતો મળ્‍યા હતા

(4:46 pm IST)