Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

દ્વારકા બેઠક પર પભુભા માણેકનો દબદબો યથાવત :સતત આઠમી વખત ભવ્ય જીત

 પબુભા માણેક આ બેઠક પરથી ત્રણ વાર અપક્ષ અને ત્રણ વાર ભાજપ જીત્યું છે અને એકવાર કોંગ્રેસ જીતી હતી અને આ વખતે આઠમી વખત જીત મેળવી

દ્વારકા બેઠક પર સતત આઠમી વખત ભાજપાના ઉમેદવાર પબુભા માણેકનો વિજય થયો છે. દ્વારકા બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં ભાજપના સીટીંગ ધારાસભ્ય પબુભા માણેકને રિપીટ કરવામાં આવ્યા હતા, તો બીજી બાજુ કોંગ્રેસમાંથી મુળુ કંડોરીયાને ટિકિટ આપવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીમાંથી સતવારા સમાજના આગેવાન લખમ ભાઈ નકુમને ટિકીટ આપવામા આવી હતી. મેરામણ આહિરને કોંગ્રેસે ટિકીટ ન આપતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. દ્વારકા બેઠક પર 1990થી 2017 સુધી યોજાયેલી સાત જેટલી ચૂંટણી જીતતી આવે છે, પબુભા માણેક આ બેઠક પરથી ત્રણ વાર અપક્ષ અને ત્રણ વાર ભાજપ જીત્યું છે અને એકવાર કોંગ્રેસ જીતી હતી અને આ વખતે આઠમી વખત જીત મેળવી છે.

2017માં કોંગ્રેસના ઉમેદવાર મેરામણ આહિરને 67692 મત મળ્યા હતા. તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર પબુભા માણેક 73,431 મત મળ્યા હતા અમે તેમનો વિજ્ય થયો હતો. આ વખતે કોંગ્રેસના ઉમેદવાર મુળુ કંડોરિયાને 68,691 મત મળ્યા હતા અને ભાજપના ઉમેવાર 74,018 મત મળ્યા હતા અને આ વખતે પણ તેમનો ભવ્ય વિજય થયો છે

(10:50 pm IST)