Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

કાલાવડ તાલુકાના આણંદપર ગામે ખેડૂતના મકાનમાંથી રૂ.95 લાખની રોકડની ચોરી.

ખેડૂતે રૂ. 2 કરોડની જમીનનું કર્યુ હતુ વેચાણ; જેમાંથી 95 લાખ રોકડની થઇ ચોરી

કાલાવડ તાલુકા આણંદપર ગામે રહેતા દીપકભાઈ જેસડીયા નામના ખેડૂતના ઘરે ચોરી થઇ છે. ચોરીના આ બનાવથી સનસનાટી મચી જવા પામી છે ખેડૂતે રૂ. 2 કરોડની જમીનનું વેચાણ કર્યું હતું જેમાંથી 95 લાખ રોકડની ચોરી થયાનું જાણવા મળ્યું છે , ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ દરમિયાન ઘટના બની હતી પરિવારને ઘરના દરવાજાનો નકુચો તૂટેલો મળતા ચોરીની જાણ થઇ હતી  ત્યાં બંધ મકાનનો લાભ લઇ ચોરોએ કબાટમાં રાખેલા પૈસાની ચોરી કરી હોવાનું અનુમાન છે  કાલાવડ ગ્રામ્ય PSI સહિત સ્ટાફે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે,  આગાઉ પણ કાલાવડ શહેરમાં ધોળા દિવસે રહેણાંક મકાન મા 1.80 લાખની ચોરી નો બનાવ સામે આવ્યો હતો

(6:42 pm IST)