Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

યાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે

જૂનાગઢ,તા.૯ : લાખો શ્રદ્ધાળુઓના આસ્‍થાના કેન્‍દ્રબિંદુ એવા શિવરાત્રી મેળાનો તારીખ ૧૫ થી આરંભ થનાર છે શિવરાત્રી મેળામાં આવતા યાત્રી કોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત થશે.

જેમાં જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર ફોન - ૦૨૮૫- ૨૬૩૩૪૪૬, ૨૬૩૩૪૪૭,૨૬૩૩૪૪૮. સેન્‍ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી - ૦૨૮૫ - ૨૯૬૦૧૧૬, ૨૯૬૦૨૪૬. માહિતી કેન્‍દ્ર - ૦૨૮૫ - ૨૯૬૦૧૭૩, ૨૯૬૦૧૭૪. પોલીસ ઈમરજન્‍સી નં. ૧૦૦લ ફોન - ૦૨૮૫ - ૨૬૩૦૬૦૩, ૨૬૩૨૩૭૩, ફોરેસ્‍ટ કંટ્રોલ રૂમ - ૦૨૮૫- ૨૬૩૩૭૦૦,  ફાયર ઈમરજન્‍સી નં. ૧૦૧ ફોન - ૦૨૮૫ - ૨૬૨૦૮૪૧, ૨૬૫૪૧૦૧, મો - ૯૬૨૪૭ ૫૩૩૩૩, એમબ્‍યુલન્‍સ ઈમરજન્‍સી નંબર - ૧૦૮, મો. નં. - ૯૯૦૯૨  ૧૯૧૦૮.

જયારે ફાયર ફાઈટર સ્‍પોટ ભવનાથ ઝોનલ ઓફીસ,ભવનાથ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્‍ટ હાઉસ સામે, પાર્કીંગ સ્‍થળ. ક્રેઈન સ્‍પોટ - અશોક શિલાલેખ સામે,ભવનાથ તળેટી, મજેવડી ગેઈટ પાસે  રહેશે

(1:41 pm IST)