News of Thursday, 9th February 2023
જુનાગઢ તા. ૯ : આ વર્ષે રાજયકક્ષાની માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, નડીયાદ ખાતે યોજાયેલ હતી. જેમાં સમગ્ર ગુજરાતના ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. ગુજરાતનાં વિવિધ જીલ્લામાંથી ભાગ લેનાર માસ્ટર્સ (૩પ વર્ષથી ૧૦૦ વર્ષના ખેલાડીઓ) ભાઇઓ-બહેનોએ સારો દેખાવ કર્યો હતો. પરંતુ જુનાગઢ જીલ્લાનાં ખેલાડીઓ, દોડ, ફેંક, કુદ, ઝડપી ચાલમાં સુંદર પ્રદર્શન કરીને ૩૭ ગોલ્ડ તથા ૧૮ સિલ્વર તથા ૧ર બ્રોન્ઝ મેળવીને સમગ્ર ગુજરાતમાં જુનાગઢ જીલ્લાનું નામ રોશન કરેલ છે. જેના આધારે તેવા ખેલાડીઓનું નેશનલ ચેમ્પીયનશીપ માટે પસંદ કરેલા છે.
જુનાગઢ જીલ્લાના ખેલાડીઓ આગામી તા.૧૬ થી ૧૯ના રોજ કુરૂકક્ષેત્ર (હરીયાણા)માં મુકામે ઓલ ઇન્ડીયા માસ્ટર્સ એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં રમવા જઇ રહયા છે. તમામ ખેલાડીઓ કુરૂક્ષેત્ર (હરીયાણા) ઓલ ઇન્ડીયા કક્ષાએ સિધ્ધી મેળવે તેવી સંજય કોરડીયા, ધારાસભ્ય અને મેનેજીંગ, સમનવય ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢના ખેલાડીઓને શુભેચ્છા પાઠવેલ હતી. માસ્ટર ખેલકુંદ મંડળ જુનાગઢ જીલ્લાના પ્રમુખ ઇકબાલ મારફતીયા, જીલ્લા યુવા વિકાસ અધિકારી, નીતાબેન વાળા, જીલ્લા રમત ગમત અધિકારીશ્રી વિશાલ દિહોરા, રમત વિકાસ અધિકારી, ગૌરાંગ નરે જુનાગઢ એસોસીએશનનાં જનરલ સેક્રેટરી ડો.હારૂનભાઇ વિહળ, જોઇન્ટ સેક્રેટરી પ્રફુલ રાઠોડ, ખજાનચી, સફીભાઇ દલાલ, ખેલાડીઓ, રાજેશ ગાંધી, ભટ્ટ અજય, ઇકબાલ કુરેશી, દવે હેમેન્દ્ર, માવસિંહ બારડ, રેવતુભા જાડેજા, નાગજીભાઇ વાસન, પરમાર મસરીભાઇ, ચંદ્રાડીયા શિલ્પાબેન પુષ્પાબેન સોલંકી, સંતોષબેન મુન્દ્રા, ભટ્ટ કીર્દાબેન, દાસા શાંતિબેન, કુવાડીયા રસીલાબેન, રાવળ કિરણબેન ખાનપરા હંસાબેન, પાઘડાર રજનબેન, વાસન શારદાબેન, વાસન હીરાબેન સર્વે ખેલાડીઓએ સ્પર્ધામાં વિજેતા થઇને મેડલો મેળવી ગુજરાતનું નામ રોશન કરે ગુજરાતની ટીમનાં મેનેજર તરીકે ગુજરાત રાજયનાં જનરલ સેક્રેટરી ડો.હારૂનભાઇ વિહળ તરીકે પસંદગી થઇ છે. આ તકે ગુજરાતની સમગ્ર ટીમને ગુજરાત માસ્ટર ખેલકુંદ મંડળના પ્રમુખ જે.પી.કોટડીયા, જો. સેક્રેટરી, ડો.આ.કે.કુરેશી અને દિનેશભાઇ રાઠોડએ અને રમત પ્રેમીઓએ ઓલ ઇન્ડીયાની સ્પર્ધામાં વિજેતા થવાની શુભેચ્છા આપી હતી.