Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ટંકારાના યુવાને પિતા માટે લાવેલા રેમડેસીવર ઇન્જેક્શન આર્મી જવાનના પિતાને આપી દીધા

દેશની સેવા કરનાર આર્મીના જવાનના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી

ફોટો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કોરોના મહામારીના સમયમાં પણ લેભાગુ તત્વો ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવીને કમાઈ લેવાની વૃતિ ધરાવે છે ત્યારે ટંકારાના પ્રજાપતિ બીપીનભાઈએ પોતાના પિતા કોરોનાગ્રસ્ત હોય જેના માટે ઇન્જેક્શન લાવ્યા હોય તે ઇન્જેક્શન પડધરી તાલુકાના આર્મી જવાન શૈલેશભાઈ ડાભીના પિતાની સારવાર માટે વિનામૂલ્યે આપી દેશની સેવા કરનાર આર્મી જવાનના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી તેને સન્માન આપ્યું હતું

પડધરી તાલુકાના હડમતીયાના ફોજી યુવાન શૈલેશભાઈ ડાભી હાલ ગોવામાં દેશની સેવા કરે છે અને તેના પિતા જગાભાઇ ડાભી કોરોના સંક્રમિત થયા હોય જેઓ ૧૦ દિવસથી સારવાર લઇ રહ્યા છે જેને રેમડેસીવીર ઇન્જેક્શનની ખાસ જરૂરિયાત હોય ૧૦ દિવસથી ક્યાય મળતા ના હતા આર્મી જવાન દેશની રક્ષા માટે રોકાયેલ હોય તેઓને રાજા મળતી ના હતી તેવા સંજોગોને પગલે ટંકારાના યુવાન બીપીનભાઈ પ્રજાપતિએ પોતાના પિતાની સારવાર માટેના ઇન્જેક્શન ફોજી જવાનના પિતાની સારવાર માટે વિનામૂલ્યે આપ્યા હતા અને હાલ આર્મી જવાનના પિતાની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે

(11:00 am IST)