Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

તલાલાના માધુપુર મોડી રાત્રે ૩પ વર્ષના શખ્‍સ પર સિંહે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

લોકોમાં ભયનો માહોલ : વન વિભાગની ટીમે સિંહને પકડી લીધો : ફોરેસ્‍ટ ઓફિસર દુષ્‍યંત વસાવડાઅે આપેલ વિગતો

Photo : Talala gir

જૂનાગઢ: ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માધુપુર ગામમાં શનિવારે એક સિંહે 35 વર્ષના શખ્સ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટનાએ સમગ્ર તલાલા પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

આ અંગે જૂનાગઢના ફોરેસ્ટ ઑફિસર દુષ્યંત વસાવડાના જણાવ્યા મુજબ, આ ઘટના મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ગિર (પશ્ચિમ) વન વિસ્તારના તલાલા રેન્જમાં બની છે. મૃતકની ઓળખ બહાદુરભાઈ જીવાભાઈ તરીકે થઈ છે. જેમણે પોતાની બકરીઓને બચાવવા માટે સિંહ સાથે બાથ ભીડી હતી. જેમાં સિંહે હુમલો કરતાં બહાદૂરભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વન વિભાગની ટીમ દ્વારા સિંહને પકડી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રેમડેસિવિરના કાળાબજારીનું કૌભાંડ, ક્રાઈમ બ્રાન્ચે 34 ઈન્જેક્શન સાથે આરોપીઓને ઝડપ્યા Lion Attack

 

અધિકારીના જણાવ્યા મુજબ, જીવાભાઈ માધુપુર ગામમાં આંબાવાડીની બહાર એક ઝૂંપડીમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન એક સિંહે તેમની બકરી પર હુમલો કર્યો હતો. જેથી જીવાભાઈએ બકરીને સિંહથી બચાવવાની કોશિશ કરતા ખૂંખાર સાવજે તેમના પર જ હુમલો કર્યો હતો. જેમાં તેઓ મોતને ભેટ્યા હતા. હાલ આ ઘટનાને પગલે ગ્રામજનોના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(4:19 pm IST)