Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કાલાવડના નાની ભલસાણની સીમમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

અનૈતિક સબંધ બાંધવાની ના પાડતા ભુરા વાજેલીયા અને રસીક વાઘેલાએ મધુ વાઘેલાને મોતને ઘાટ ઉતારી'તી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯ :. પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ કૃણાલ દેસાઈ તથા ધ્રોલ સર્કલ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એ.જે. પટેલના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં કળજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યામાંથી સ્ત્રી માનવકંકાલ (હાડપીંજર) મળી આવેલ હોય જે બાબતે સઘન તપાસ કરી માનવકંકાલની ઓળખ કરી ગુનાહીત કૃત્ય જણાયે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

માનવકંકાલ મધુબેન રમેશભાઈ માધાભાઈ વાઘેલા (ઉ.વ. ૫૦) રહે. હાલ ચેલાબેડી ગામવાળીનું હોવાનુ જણાય આવેલ હોય અને આ બાબતે મરણજનાર મધુબેન રમેશભાઈ વાઘેલાના ભત્રીજા જમાઈ રામજીભાઈ ઉર્ફે રામો મોહનભાઈ મંજરીયા રહે. ચેલાબેડી ગામવાળાની પૂછપરછ કરતા તેઓના ફઈજી સાસુ મધુબેન આશરે વીસેક દિવસ પહેલા માનતા પુરી કરવા સારૂ નીકળેલ હોવાનું જણાવેલ હોય તેમજ આ મધુબેનને લલોઈ ગામે રહેતા ભુરા છગન વાજેલીયા તથા નાની ભલસાણ ગામે રહેતા રસીક મકા વાઘેલા અનૈતીક શરીર સંબંધ બાંધવાની ઈચ્છાથી હેરાન પરેશાન કરતા હોય જેથી આ બાબતે સઘન તપાસ હાથ ધરતા આ (૧) ભુરા છગન વાજેલીયા રહે. લલોઈ ગામ તથા (૨) રસીક મકા વાઘેલા રહે. નાની ભલસાણ ગામવાળાઓએ મરણ જનાર મધુબેન સાથે અનૈતિક શરીર સંબંધ બાંધવાની ઈચ્છાથી તેને કણજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યામાં લઈ જતા જ્યાં મરણજનાર મધુબેને ઈન્કાર કરી બન્ને આરોપીઓને જેમફાવે તેમ ભુંડા ગાળો બોલી બન્નેને નાતમાં વાત કરી બન્નેને નાત બહાર કરવાની તેમજ પોલીસ કેસ કરવાની ધમકી આપેલ અને રાડારાડી કરવા લાગેલ જેથી બન્ને આરોપીઓને પોતાની ઉપર ઈજ્જત આબરૂનો કે બળાત્કારનો કેસ કરશે કે નાતમાં જાણ કરશે તો નાત બહાર જવુ પડશે અથવા જેલમાં રહેવુ પડશે અને આબરૂ જશે તેવી બીક લાગતા મરણજનાર મધુબેન ઉપર સતત ખીજ ચડતા આવેશમાં આવી જઈ આરોપી રસીકે મરણજનાર મધુબેનના પગ પકડેલ અને આરોપી ભુરાએ મરણજનાર મધુબેનની ચૂંદડીમાથી લીરો ફાડી મધુબેનને ગળાટૂપો આપી ગળુ દબાવીને હત્યા કરી હતી.

ભુરાબાઈ છગનભાઈ દેવાભાઈ વાજેલીયા જાતે દેવીપૂજક (ઉ.વ. ૪૭ ધંધો મજુરી તથા માલઢોરની લેવેચ રહે. લલોઈ ગામ સાવલી જવાના રસ્તે મેલડી માતાના મંદિર પાસે, તા. કાલાવડ જી. જામનગર તથા (૨) રસીકભાઈ મકાભાઈ તરસીભાઈ વાઘેલા જાતે દેવીપૂજક (ઉ.વ.૨૨) ધંધો મજુરી તથા માલઢોરની લેવેચ રહે. હાલ નાની ભલસાણ ગામ સતી માતાના મંદિર પાસે, તા. કાલાવડ જી. જામનગર રહે. મુળ દડીયા ગામ તા.જી. જામનગર વાળાઓને કાલાવાડ તાલુકાના રામપર (રવેશીયા) ગામની વીડી વિસ્તારમાં ગીચ જંગલવાળા ડુંગર પર આવેલ ભરાળી માતાના મંદિર પાસેથી પકડી પાડેલ હોય અને ધોરણસર અટક કરેલ છે.

આ કામગીરી પીએસઆઈ એચ.વી. પટેલ, એ.એસ.આઈ. એસ.આર. ચાવડા, હેડ કોન્સ. આર.એચ. કરમુર, પો. કોન્સ. કુલદીપસિંહ ચંદુભા જાડેજા, પો. કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા, પો. કોન્સ. મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજા, પો. કોન્સ. મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પો. કોન્સ. હિતેષભાઈ કનાભાઈ કઠેચીયા, પો. કોન્સ. ચંદ્રેશભાઈ છગનભાઈ પરમારનાઓએ કરેલ છે.

(4:03 pm IST)