Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

હળવદના મોરબી ચોકડી પાસે કારખાનામાં જુગાર રમતા ૧૦ ઝડપાયા, દારૂની બોટલો પણ કબજે

હળવદના મોરબી ચોકડી પાસે બેવરેજિસ કારખાનામાં દરોડો કરીને એલસીબી ટીમે જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઈએ ૨ લાખથી વધુની રોકડ રકમ, ૧૦ મોબાઈલ અને ૫ મોટરસાયકલ સહીત કુલ રૂ ૩.૩૩ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમે હળવદના મોરબી ચોકડી પાસે ભારત પેટ્રોલપંપની પાછળ આવેલ બેવરેજીસ કારખાનામાં જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અશ્વિનભાઈ ઈશ્વરભાઈ કણઝારીયા, જગદીશભાઈ અવચર ભાઈ ઓડિયા, દેવજીભાઈ કેશવજીભાઇ અઘારા, હિતેશભાઈ ગણેશભાઈ પારેજીયા, દેવજીભાઈ કાળુભાઈ ગોરિયા, યશવંતભાઈ કાનજીભાઈ પારેજીયા, પ્રવીણભાઈ ધનજીભાઈ ગોદાવરીયા, બળદેવભાઈ ભીખાભાઈ કણઝારીયા, યોગેશભાઈ વાલજીભાઈ સોનગ્રા અને ચંદુલાલ ધરમશીભાઈ પંચાસરા એમ ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨,૦૧,૦૦૦, ૧૦ મોબાઈલ કીમત રૂ ૩૨,૦૦૦ અને ૫ મોટરસાયકલ કીમત રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૩,૩૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જુગારધામ પર દરોડો કરતા દારૂની બોટલો મળી હતી  એલસીબી ટીમે કારખાનામાં દરોડો કરી જુગાર રમતા લોકોને ઝડપી લીધા હતા તો કારખાનામાં વધુ તપાસ કરતા ૧૪ બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હોય જેથી પોલીસે ૪૨૦૦ નો દારૂ જપ્ત કરીને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(7:00 pm IST)