Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ : લીલીયા પંથકમાં વરસાદ : ભાવનગર અને બોટાદમાં પણ મેઘરાજાની પધરામણી

ધીમી ધારે વરસેલા વરસાદને કારણે શહેરની ગલીઓમાં પાણી વહેતા થયા.

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ વરસાદી હાવમાન રહ્યું. અમરેલી જિલ્લામાં લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. પાચતલાવડા ગામે મેઘરાજે ધમાકેદાર એન્ટ્રી કરી. ભારે પવન સાથે વરસાદથી ગામના શેરીઓમા પાણી વહેતા થયા હતા. સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસેલા વરસાદને કારણે શહેરની ગલીઓમાં પાણી વહેતા થયા હતા . વાતાવરણમાં પલટાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી . શહેરના કાળીયાબીડ, ભરતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. તો બોટાદ શહેરમાં પણ સાંજના સમયે મેઘ ગર્જના સાથે ઝરમર વરસાદ થયો હતો.

(12:18 am IST)