Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સાવરકુંડલા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો : વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી છૂટકારો મળ્યો

ધીમી ધારે વરસેલા વરસાદને કારણે શહેરની ગલીઓમાં પાણી વહેતા થયા

અમરેલીના સાવરકુંડલા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો, સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો,  ધીમી ધારે વરસેલા વરસાદને કારણે શહેરની ગલીઓમાં પાણી વહેતા થયા હતા,

અત્રે  ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ સાવરકુંડલામાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી છૂટકારો મળ્યો.હતો

 

(12:24 am IST)