Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં વિજળી પડતા ર યુવકોના મોત

ભારે પવન સાથે વરસાદ પડતા અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર ર૦૦થી વધુ વૃક્ષો પડી ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૮ : સુરેન્‍દ્રનગર  જીલ્લામાં પ્રથમ વરસાદે જ વીજળી ખાબકતા બે યુવકોના મોત નિપજવા પામ્‍યા છે.
સુરેન્‍દ્રનગરના જાંબુ નટવરગઢ નજીક મોડી સાંજે બાઇક લઇને પસાર થઇ રહેલા યુવક ઉપર અચાનક વીજળી ખાબકી છે જેને લઇને ઘટનાસ્‍થળે જ દાઝી જતા મોત નિપજવા પામ્‍યું છે ત્‍યારે મળતી વિગત અનુસાર  ૨૩ વર્ષના યુવક લીમડી થી જાંબુ તરફ જઈ રહ્યા હતા જુસબભાઈ નામના યુવક લીમડી થી કોઈ કારણોસર જાંબુ તરફ જઈ રહ્યા હતા અને રસ્‍તામાં વરસાદી વાતાવરણ વચ્‍ચે વીજળી ખાબકતા ઘટનાસ્‍થળે દાજી ઉઠયા હતા અને તેમનું મોત નિપજવા પામ્‍યું છે.જેને લઈને પરિવારમાં પણ શોકની લાગણી વ્‍યાપી જવા પામી છે
જ્‍યારે બીજી તરફ સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે નળસરોવર વિસ્‍તાર માં પણ વીજળી ખાબક્‍તા એક યુવકનું મોત નિપજવા પામ્‍યું છે ત્‍યારે આ બનાવતો સીસીટીવી ફુટેજમાં પણ કેદ થયા છે તેવા સંજોગોમાં નાની કઠેચી ગામ માં ૨૬ વર્ષીય મેલાભાઈ પોપટભાઈ  ખુલ્લી જગ્‍યામાં બેઠા હતા તે સમયે વરસાદી વાતાવરણ વચ્‍ચે વીજળી ખાબકતા સીધો રૂમમાં વીજળી એ પ્રવેશ કર્યો હતો અને મેલાભાઈ દાજી ગયા હતા ત્‍યારે આ મામલે પ્રાથમિક સારવાર માટે લીમડી સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા ત્‍યાં તેમનું મોત નિપજવા પામ્‍યું છે.જેને લઈને આ મામલે પણ પરિવારજનોમાં શોકની લાગણી વ્‍યાપી જવા પામી છે.
સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગત સાંજથી ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે તેવા સંજોગોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અને વાવાઝોડા જેવી અસર સુરેન્‍દ્રનગર જિલ્લામાં સર્જાતા હાઇવે ઉપરના ૨૦૦ જેટલા વળક્ષો તૂટી પડયા છે ઉલ્લેખનીય છે કે આ મામલે કોઇપણ પ્રકારની મોટી જાનહાની થવા પામી નથી માત્ર હાઇવે ઉપરના ઇલેક્‍ટ્રીક થાંભલાઓ છે તે તૂટી પડ્‍યા છે ત્‍યારે આ મામલે પણ પીજીવીસીએલની ટીમ ઘટનાસ્‍થળે દોડી જઈ અને આ થાંભલાઓ રીપેરીંગ કરી અને રાત્રી દરમ્‍યાન જ વીજપુરવઠો શરૂ કરવામાં આવ્‍યો છે ૨૦૦થી વધુ વળક્ષો અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર તૂટી પડ્‍યા છે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાના કારણે આ વળક્ષો પડયા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે

 

(1:29 pm IST)