Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભાવનગરના કાળીયાબીડ, ભરતનગર સહિતના વિસ્તારોમા બપોર બાદ વરસાદ

જિલ્લાના ગારિયાધાર, ઉમરાળા, વલભીપુર અને જેસર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાની અસર ભાવનગરમાં પણ જોવા મળી. શહેરના કાળીયાબીડ, ભરતનગર સહિતના વિસ્તારોમા બપોર બાદ વરસાદ થયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ગઈકાલે પણ જિલ્લાના ગારિયાધાર, ઉમરાળા, વલભીપુર અને જેસર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.

(12:21 am IST)