Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઓખામાં સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ધો. ૧૦ તથા ૧૨ના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ

ઓખાઃ સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ના રેન્‍ક હોલ્‍ડર વિદ્યાર્થીઓના સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં ઓખા હાઈસ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી જે.બી.જાડેજા, ઓખા નગરપાલિકા સંચાલિત સ્‍કૂલના પ્રિન્‍સિપાલ ક્રમશઃ જતીનભાઈ  રામાવત તથા ગીતાબેન શર્મા, ચિરાગભાઈ મશરૂ, મંજુલાબેન હિંડોચા, દક્ષાબેન ગાંધી,દક્ષાબેન ત્રિવેદી,રીટાબેન વિઠલાણી અને વાલીઓએ હાજરી આપેલ. શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ  ઓખાના પ્રમુખશ્રી ડો. પુષ્‍પાબેન સોમૈયાએ પ્રારંભિક પ્રસ્‍તાવમાં અભિનંદન તથા આશીર્વાદથી સ્‍વાગત કર્યું અને સમજાવ્‍યું કે વિદ્યાર્થીઓની સફળતા ચાર પાયા તથા એક મજબૂત છત ઉપર આધારિત છે. વાલી, વિદ્યાર્થી,શિક્ષકગણ,સમાજના અગ્રણીઓ તથા ઈશ્વરના આશીર્વાદ પર નિર્ભર છે. આજે વિદ્યાર્થીને સિદ્ધિ મળેલ છે તે અંત નથી પરંતુ સફળતાની સીડીનું પ્રથમ સોપાન છે. જ્ઞાન ધ્‍યેયલક્ષી એકાગ્રતા, પરિશ્રમ,સ્‍પષ્ટ વિચારો, હિંમત, તાકાત અને મજબૂતી તથા આશીર્વાદ સાથે સ્‍પર્ધાત્‍મક હરીફાઈ જીવનમાં ખૂબ જ આગળ વધવાનું છે. શિક્ષણના પાંખોની સાથે ઉડવાનું છે પણ ઉડતા ઉડતા પગ હંમેશા જમીન ઉપર રાખવા જરૂરી છે.જેથી આપણી ઉત્તમ કારકિર્દીની સાથે એક આદર્શ નાગરિક બની શકીએ આગળ વધતા પાછળ જવાનું નથી પણ પાછળ જરૂર જોવાનું છે કે જ્‍યાં તમારા માતા-પિતા તમારા પર ગર્વની લાગણી સાથે તમારી રાહ જોઈ રહ્યા છે.દરેક વિદ્યાર્થીએ પોતાના માતા-પિતાનો ભોગ અને ત્‍યાગ કયારેય પણ ભૂલવાનો નથી. કયારે પણ એવા શબ્‍દો સાંભળવામાં ના આવે કે વળદ્ધાશ્રમમાં વેઇટિંગ છે!

 આ કાર્યક્રમમાં ઓખા હાઈસ્‍કૂલના પ્રિન્‍સિપાલ જે.બી.જાડેજા એ ઘસેલા હીરાનું ઉદાહરણ આપી સમજાવેલ કે અત્રે ઉપસ્‍થિત વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ઘડાયેલા છે અને પોતાની ચમકથી તેઓ પોતાના પરિવાર શાળા,ગામ અને દેશનું નામ રોશન કરશે ઉપરાંત પોતાના સંતાનોને આગળ લઈ આવવા માટે માતા-પિતાએ જાગળત રહેવું આવશ્‍યક છે.જતીનભાઈ રામાવત દ્વારા જણાવવામાં આવેલ કે માતા-પિતા પોતાના સંતાનોને ઘણી વખત કપરી પરિસ્‍થિતમાં ભણાવે છે તેથી દરેક સંતાનની ફરજ છે કે તેમની આશા અને ઈચ્‍છાને પુરેપુરો ન્‍યાય આપવો જોઈએ.

દરેક તેજસ્‍વી વિદ્યાર્થીઓને શ્રી ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્‍કળત અને પ્રોત્‍સાહિત કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમ ની શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળે જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ ભરત બારાઇઃ ઓખા)

(10:04 am IST)