Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સૌરાષ્‍ટ્ર, કચ્‍છ સહિત ગુજરાતમાં રો રો ફેરી સર્વિસ લોકો માટે અને પ્રવાસન માટે લાભદાયી : ડો.નીમાબેન આચાર્ય

વિધાનસભાના અધ્‍યક્ષની કેન્‍દ્રીય શીપીંગ મંત્રી સર્વાનંદ સમક્ષ રજુઆત : આ સુવિધાથી કંડલા પોર્ટ ઉદ્યોગને વેગ મળશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૯ : કંડલા ભારત જેવા વિશાળ રાષ્‍ટ્રનું બીજા નંબરનું સૌથી મોટુ બંદર છે અને દેશના ૬૭ ટકાથી વધારે દરિયાઇ પરિવહન કંડલા બંદરથી થાય છે. રાજય સરકાર પણ ગુજરાતના ૧૬૦૦ કિ.મી. જેટલા લાંબા દરિયાકિનારાને વિકાસવવા સતત પ્રયત્‍નશીલ છે અને તેના ભાગરૂપે હાલ ગુજરાતમાં નાના-મોટા કુલ મળીને ૪૮ જેટલા બંદરો અસ્‍તિત્‍વમાં છે.

વિધાનસભા અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્યએ કેન્‍દ્રીય બંદરો શીપીંગ અને જળમાર્ગ મંત્રીશ્રી સર્બાનંદ સોણોવાલજીને ગુજરાત રાજ્‍યમાં ઉપલબ્‍ધ જળમાર્ગો પર રો રો ફેરી સર્વિસ અને રો પેકસ સર્વિસ માટે સર્વે કરાવી આવી જળસેવાઓ માટે આયોજન કરવા રજુઆત કરી હતી. ખાસ કરીને કંડલા બંદરેથી અન્‍ય મોટા-નાના બંદરો સુધીની ફેરી સર્વિસ હાલ ઉપલબ્‍ધ ન હોય જેને ઝડપથી કાર્યરત કરવા ભલામણ કરેલ હતી. જેના કારણે કંડલા પાર્ટ ઉદ્યોગને વેગ મળશે. તેમજ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે રો-રો ફેરી સર્વિસ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. અને સાથે-સાથે ગુજરાત ટુરીઝમને પણ વેગ મળે. જે ભલામણને ગ્રાહ્ય રાખી કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોણોવાલજીએ આ બાબતમાં સાનુラકૂળ પ્રતિભાવ આપેલ છે.

ગુજરાતમાં હાલ હયાત જળમાર્ગો પર જે રો રો ફેરી સર્વિસ ચાલે છે તે ઉપરાંત કંડલા પોર્ટ ટ્રસ્‍ટ મૂળ દ્વારકા અને પીપાવાવમાં જે પણ જેટી વિકસાવવા આવશે. જેનું વહીવટી સંચાલન કંડલા પોર્ટ ટ્રસ્‍ટ કરશે તેમજ ઘોઘા તેમજ હજીરા બંદરેથી મોટો રો-રો ફેરી વસેલ ચાલુ કરવામાં આવશે. જેની ભવિષ્‍યમાં કંડલા બંદરેથી વિવિધ મોટા અને નાના બંદરોને રો રો ફેરી સર્વિસ દ્વારા જોડી શકાશે. કંડલા બંદરે ઉતરતા અને અન્‍ય સ્‍થળોએ મોકલવવામાં આવતો માલસમાન ખૂબ જ સરળતાથી પરિવહન થઇ શકશે. માનનીય કેન્‍દ્રીયમંત્રીશ્રીએ આવું સારૂ સુચન કરવા બદલ અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્ય પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી છે અને ભવિષ્‍યમાં ગુજરાત રાજ્‍યની આવી યોજનાઓ તરફ પૂરતું ધ્‍યાન આપવામાં આવશે તેવી ખાતરી આપી છે.

કેન્‍દ્ર સરકારના હકારાત્‍મક અને પરિણામલક્ષી અભિગમના કારણે આપણે બંદરોના વિકાસની આંતર માળખાકીય સુવિધાઓ વધુને વધુ પુરી પાડીને કંડલા પોર્ટનો વિકાસ કરી શકીશું. કચ્‍છના ઉદ્યોગોને તેનો વધુમાં વધુ લાભ મળશે અને કચ્‍છ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્‍સાહન મળશે. માત્ર એટલુ જ નહિં, બંદરો અને મત્‍સ્‍યોદ્યોગ ક્ષેત્રે પણ સ્‍થાનિક લોકોને રોજગારી વિપુલ તકો ઉપલબ્‍ધ થશે તેવી આશા અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્યએ વ્‍યકત કરી છે.

(10:10 am IST)