Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અસ્‍મિતાને છોડી દે જે... મોરબીના બેલા ગામે ગૌતમભાઇ ઉપર બે શખ્‍સોનું ફાયરીંગ

ફાયરીંગ કરનાર નવીનીત ઉર્ફે નંદો પટેલ અને યોગેશ બરાસરા સામે પોલીસમાં ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૯: મોરબીમાં જાણે હથિયારબંધી છે જ નહીં અને પોલીસનો લુખ્‍ખા તત્‍વોને ડર ન હોય તેમ બેલા ગામની સીમમાં બે શખ્‍સોએ ગાડીમાં આવીને ધોળે દિવસે યુવકને અટકાવવી તેની સાથે બોલાચાલી કરી અસ્‍મિતાને છોડી દેજે કહી યુવકની સામે રિવોલ્‍વર તાકી પગ પાસે બે રાઉન્‍ડ ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે. જેમાં ભોગ બનનાર ગૌતમ જયંતીલાલ દેલવાડીયાએ આરોપી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઇ બરાસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, બેલા (રંગપર) ગામની સીમમાં ખહલીમાતાના મંદીર પાસે ગઈકાલે બપોરના આશરે સવા-એક વાગેના સુમારે ફરિયાદી ગૌતમભાઈ  ઘરેથી કારખાને જતા હોય ત્‍યારે રસ્‍તામાં આરોપીઓઓ મહેન્‍દ્રા થાર ગાડીમાં આવી ગૌતામ્‍ભૈને ઉભા રાખીઅ ઁતે અસ્‍મીતા સાથે મૈત્રી કરાર કરેલ હોય તેને છોડી દેજે તેમ કહી મારી નાખવાના ઇરાદે રીવોલ્‍વર  હથિયાર તાકી, આટલી વાર લાગે તેમ કહી પગ પાસે રીવોલ્‍વર હથિયારથી બે રાઉન્‍ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મુદ્દે  મોરબી તાલુકા પોલીસે આઈ.પી.સી કલમ-૩૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા આર્મ્‍સ એકટ કલમ-૩૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી.

(11:26 am IST)